તા. ૧૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 3rd June 2025
પોરબંદર શ્રી સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂ. રમેશભાઇ ઓઝાના સાનિધ્યમાં શુક્રવારે આંબા મનોરથ
નિર્જલા એકાદશી નિમિતે ભાવિકો દર્શનનો લાભ લેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩: પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં ભાઇશ્રી શ્રી રમેશભાઇ ઓઝાના પાવન સાનિધ્યમાં તા. ૦૬-૦૬-ર૦રપ, શુક્રવારના જયેષ્ઠ શુકલ એકાદશી (નિર્જલા એકાદશી) ના રોજ શ્રીહરિ મંદિરમાં આંબા મનોરથના દર્શન યોજાશે.
શ્રીહરિ ભગવાન સહિત સર્વે વિગ્રહોને કેરીનો ભોગ લગાવવામાં આવશે. જેમને આમ્ર મનોરથ અથવા આંબા મનોરથ કહેવામાં આવે છે. આંબા મનોરથના દર્શનનો સમય સવારે ૮:૦૦ થી ૧:૦૦ સાંજે ૪:૩૦ થી ૮:૦૦ સુધી દર્શન થશે. આંબા મનોરથ નિમિતે ઉત્સવ આરતી સવારે ૧૧:૦૦ વાગ્યે તથા સાંજે ૭:૦૦ વાગ્યે સંપન્ન થશે. આ વિશેષ આંબા મનોરથના ઉત્સવ દર્શનનો લ્હાવો લેવા માટે હરિ ભકતોને નિમંત્રણ પાઠવ્યું છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
