News of Tuesday, 3rd June 2025
પોરબંદરના શિંગડાથી ગોરાણા રોડમાં અવરજવર ઉપર પ્રતિબંધઃ જર્જરિત પુલ નવો બનાવવાની કામગીરી
વાહન ચાલકો હિંગડાથી ગોરાણા તરફ જવા માટે સોઢાણાના રસ્તાનો ઉપયોગ કરી શકશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :.. શિંગડાથી ગોરાણા રોડ પર અવર-જવર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રીજ જર્જરીત હોવાથી નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લાના શિંગડા ટુ ગોરાણા રોડ પર ચે.૫/૭૦૦ વર્તુ નદી ઉપર ક્ષાર અકુંશ વિભાગ હસ્તકનો બ્રીજ આવેલ છે. જે બ્રીજ જર્જરીત હાલત હોય જેથી હાલમાં કામચલાઉ બ્રીજ બંધ કરવામાં આવેલ છે. જેથી કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે આ રસ્તા પર નવો બ્રીજ ન બની જાય ત્યાં સુધી આ બ્રીજ પરની અવર-જવર બંધ કરવા પોરબંદર જિલ્લાના જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.બી.વદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામાં અનુસાર શિંગડા થી ગોરાણા રોડ પર ચે.૫/૭૦૦ વર્તુ નદી ઉપર આવેલ બ્રીજ નવો ન બની જાય ત્યાં સુધી વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ સમયે અન્ય વૈકલ્પિક રૂટ તરીકે શિંગડા થી ગોરાણા તરફ જવા માટે સોઢાણાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
