<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જેતપુરમાં ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્‍પ યોજાયો

 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩:      ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા તાજેતરમાં યોગ સમર કેમ્‍પનું આયોજન શ્રીજી સ્‍કૂલ ખાતે કરવામાં આવેલ હતું. બાળકોનું સ્‍કૂલમાં વેકેશન ચાલતું હોય નાનપણથી જ યોગ વિશે માહિતી મળે અને યોગ થકી નિરોગી રહે તેવા હેતુથી યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસના યોગ સમર કેમ્‍પનું આયોજન કરાયેલ આ કેમ્‍પમાં ૧૫૦ બાળકોએ ભાગ લીધેલ જેને અંતિમ દિવસે ઉપસ્‍થિત લાફિંગ ક્‍લબના ડોક્‍ટર ભુવા,  ગાયત્રી પરિવાર, આરએસએસ તેમજ શ્રીજી સ્‍કૂલના ટ્રસ્‍ટીઓના હસ્‍તે બાળકોને ગિફ્‌ટ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલ. આ કેમ્‍પને સફળ બનાવવા કોચ રાધિકા પંચાલ તેમજ યોગ ટ્રેનરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(1:03 PM IST)