<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

સાવરકુંડલાના હાફિઝ સાદિક સાહેબને ત્‍યાં નિકાહ સંપન્‍ન

સાવરકુંડલાઃ સાવરકુંડલાના પીર સૈયદ અલ્‍હાજ સરકાર દાદા બાપુ કાદરી (ર. અ) અને તેમના વારસદાર ગાદી પતિ પીર સૈયદ અલ્‍હાજ સરકાર મુનિરબાપુ કાદરીના નિકટના  ખાદીમ અને જુમ્‍મા મસ્‍જિદના પેશ ઇમામ અને દીની અને દુન્‍યવી શિક્ષણના માર્ગદર્શક હાફિઝ સાદિક સાહેબના દીકરી આયશા સિદીકા હાફિઝ સાદિક સાહેબ અને સુફિયાન હાફિઝ સાદિક સાહેબના લગ્ન પ્રસંગ નિમિતે સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાતએ લગ્નમાં હાજરી આપી દુલ્‍હન અને દુલ્‍હાને આશીર્વાદ પાઠવ્‍યા હતા અને તેમના લગ્ન જીવનની નવી શરૂઆત કરવા તરફ આગળ વધ્‍યા છે તેમના લગ્ન જીવન સુખમય શાંતિમય અને ખુશિમય  નીવડે તેવા આશીર્વાદ સાથે દુઆ કરેલ હતી. આ તકે સાવરકુંડલા લીલીયા વિસ્‍તારના પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ  દુધાતને શાલ ઓઢાડી સન્‍માન કરી નવાજવામાં આવેલ હતા.(તસ્‍વીર-અહેવાલઃ ઇકબાલ ગોરી : સાવરકુંડલા)

(1:04 PM IST)