News of Tuesday, 3rd June 2025
કૌશિક વેકરીયા દ્વારા ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન (DMF)માંથી અમરેલી માર્કેટયાર્ડનાં વિકાસ માટે ૧ કરોડની ગ્રાન્ટ ફાળવાઇઃ પી.પી.સોજીત્રા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩: હાલ અમરેલી માર્કેડયાર્ડ ૮૦ વીઘામાં કાર્યરત છે તેમજ દિવસે ને દિવસે જણસીની આવકો વધતી હોય અને ખેડૂતોને લાઈનમાં લાંબો સમય ઉભા ન રહેવુ પડે જેથી ખેડૂતોનાં હિતને ધ્યાને લઈને માર્કેટયાર્ડ દ્વારા ૬ (માસ) પહેલાં જ નવી ૪૦ વીઘા જમીન ખરીદ કરી લીધેલ છે. આ નવી ખરીદ કરેલ જમીનમાં માળખાગત સુવિધાઓ જેમ કે શેડ, વે-બ્રિજ, અંડરગ્રાઉન્ડ ભુગર્ભ ગટર, ટોયલેટ બ્લોક વગેરે ઉભી કરવા માટે ડિસ્ટ્રીકટ મિનરલ કાઉન્ડેશન(DMF) માંથી અમરેલી માર્કેટવાર્ડને ખેડૂતોનાં હિત માટે રૂા.૧ કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. આ ફાળવવામાં આવેલ ગ્રાન્ટની અમોને જાણ પર ન હતી અને માર્કેટયાર્ડ દ્વારા કોઈ અરજી પણ કરવામાં આવેલ ન હતી તેમ છતાં, કોૈશિકભાઈ દ્વારા પોતાની માતળસંસ્થામાં ડાયરેક્ટર હતાં જેથી ખેડૂતો વિકાસ અને સુવિધાઓ માટે રૂા.૧ કરોડ ફાળવેલ છે. હાલ, માર્કેટવાર્ડ દ્વારા રૂા. ૧૨ કરોડનાં ખર્ચે બે લાખ ચો.ફુટનો વિશાળ શેડની કામગીરી ચાલુ હોય જે થોડા જ સમયમાં પુરો થવાનાં આરે છે
તેમજ નવી ખરીદ કરેલ ૪૦ વીઘા જમીનમાં દિવાલ, શેડ, અંડરગ્રાઉન્ડ બટર, વે-બ્રિજ વગેરે સુવિધાઓ ઉભી કરવા માટે સંસ્થાને રૂા.૨૦ કરોડ જેવો ખર્ચ થતો હોય જેનાં અનુસંધાને સંગથળા દ્વારા H.D.F.C બેંકમાંથી રૂા.પ કરોડની લોન મેળવેલ હોય અને આવા સમયે કૌશિકભાઈએ ફાળવેલ રૂા.૧ કરોડની માન્ટની સંસ્થાને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
તેવું અમરેલી માર્કેટવાર્ડનાં પૂર્વ ચેરમેન શ્રી પી.પી.સોજીત્રા દ્રારા એક યાદિમાં જણાવેલ છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
