<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

જામનગરના ૬૦ વર્ષીય મનસુખભાઇ બુજડ ૪૬૦ કિ.મી.ની સાયકલ યાત્રા કરી ‘‘મેદસ્‍વીતા મુક્‍ત ગુજરાત અભિયાન'' માં સહભાગી થયાં

જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ અને રાજકોટથી જામનગર સુધીની સાયકલિંગ માત્ર ૨૭ કલાકમાં પૂર્ણ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૩: આધુનિક જીવનશૈલીના કારણે વધતી જતી સ્‍થૂળતા એક ગંભીર સમસ્‍યા બની રહી છે, જે બાળકો, યુવાઓ અને વડીલો સૌને અસર કરી રહી છે. આ સમસ્‍યાના નિરાકરણ માટે, સક્રિય જીવનશૈલી અપનાવવા, તણાવ દૂર કરવા અને પ્રકળતિ સાથે ફરી જોડાવા માટે સાયકલિંગ એક સરળ અને શક્‍તિશાળી માધ્‍યમ છે. નિયમિત સાયકલ ચલાવવાથી તંદુરસ્‍ત શરીરની સાથે વાહનોના પ્રદૂષણને ઘટાડીને પર્યાવરણનું રક્ષણ પણ કરી શકાય છે. નાગરિકોને સાયકલિંગના ફાયદાઓ વિશે જાગળત કરવાના ઉદ્દેશ્‍યથી દર વર્ષે ૩ જૂનના રોજ યુનાઈટેડ નેશન્‍સ (UN) દ્વારા ‘‘વિશ્વ સાયકલ દિવસ'' ઉજવવામાં આવે છે.

જામનગરના ૬૦ વર્ષીય મનસુખભાઈ બુજડે ‘‘મેદસ્‍વિતા મુક્‍ત અભિયાન''માં પોતાની અદભૂત પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે જામનગરથી દ્વારકા, દ્વારકાથી રાજકોટ અને રાજકોટથી જામનગર સુધીની ૪૬૦ કિલોમીટરની લાંબી સાયકલ યાત્રા માત્ર ૨૭ કલાકમાં પૂર્ણ કરી હતી.

મનસુખભાઈની આ સિદ્ધિ તેમના ઉત્‍સાહ, શારીરિક તંદુરસ્‍તી અને ‘‘મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત'' અભિયાન પ્રત્‍યેની તેમની નિષ્ઠાનું પ્રતીક છે. તેમની આ યાત્રા દ્વારા તેમણે અન્‍ય લોકોને પણ સક્રિય જીવનશૈલી અપનાવવા અને સાયકલિંગના સ્‍વાસ્‍થ્‍ય લાભો પ્રત્‍યે જાગળત કરવાનો સંદેશ આપ્‍યો છે. મનસુખભાઈનું ઉદાહરણ દર્શાવે છે કે ઉંમર કોઈ બંધન નથી અને સ્‍વસ્‍થ જીવનશૈલી અપનાવવા માટે કયારેય મોડું થતું નથી.તેઓએ અન્‍યોને પણ પોતાના દૈનિક જીવનમાં સાયકલિંગનો સમાવેશ કરીને ‘‘મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત'' અભિયાનનો ભાગ બનવા અપીલ કરી છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સ્‍થૂળતા સામે લડવા અને સ્‍વસ્‍થ, સક્રિય જીવનશૈલી અપનાવવાના હેતુસર કેન્‍દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘‘ફિટ ઇન્‍ડિયા સન્‍ડેઝ ઓન સાયકલ'' રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં અત્‍યાર સુધીમાં ૪,૬૦૦ થી વધુ સ્‍થળોએ લગભગ ૨ લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે.

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં મેદસ્‍વિતા એક ગંભીર સમસ્‍યા બની રહી છે, જેના કારણે અનેક બીમારીઓ થવાની શકયતા રહેલી છે. દેશના નાગરિકો માટે સ્‍વસ્‍થ શરીરના મહત્‍વને સમજીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૫માં શ્નઓબેસિટી મુક્‍તિઙ્ખ અભિયાનની રાષ્‍ટ્રવ્‍યાપી પહેલ શરૂ કરી છે. આના ભાગરૂપે, ગુજરાતને મેદસ્‍વિતા મુક્‍ત બનાવવા માટે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્‍ય સરકારે શ્નસ્‍વસ્‍થ ગુજરાત-‘‘મેદસ્‍વિતા મુક્‍ત ગુજરાત''ની ઝુંબેશ શરૂ કરી છે.

વજન ઘટાડવામાં અને સ્‍વસ્‍થ જીવનશૈલી અપનાવવામાં સાયકલિંગની મહત્‍વપૂર્ણ ભૂમિકા રહેલી છે. સાયકલિંગના મુખ્‍ય ફાયદાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે.

ઉત્તમ કાર્ડિયોવાસ્‍કયુલર કસરતઃ હૃદય માટે ફાયદાકારક છે અને નિયમિત કરવાથી શરીરનું વજન ઘટાડવામાં મદદ મળે છે.

માનસિક સ્‍વાસ્‍થ્‍યઃ મન પર સકારાત્‍મક અસર કરે છે, જે માનસિક આરોગ્‍ય સુધારે છે અને તણાવ ઘટાડે છે.

ચરબીમાં ઘટાડો અને પોષણશક્‍તિમાં વધારોઃ શરીરની ચરબી ઘટાડે છે અને તાાયુઓને મજબૂત બનાવે છે.

ગંભીર રોગોનું જોખમ ઘટાડેઃ હૃદય રોગ, સ્‍ટ્રોક, કેન્‍સર, ડાયાબિટીસ અને મળત્‍યુનું જોખમ ઘટાડી શકાય છે.

બાળકોની ઊંચાઈમાં વધારોઃ  સાયકલિંગ નાના બાળકોની ઊંચાઈ વધારવામાં મદદરૂપ થઈ શકે છે. (અહેવાલ-વિરેન્‍દ્રસિંહ પરમાર, અમિત ચંદ્રવડીયા-જામનગર)

(1:10 PM IST)