<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મમાં ક્ષતિ : આમ આદમી પાર્ટીએ વિરોધ ઉઠાવ્‍યો : ફોર્મ રદ કરવા માંગણી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા. ર : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં  ભાજપના ઉમેદવાર કિરીટભાઇ પટેલના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવાની રજૂઆત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મમાં ગંભીર પ્રકારની ક્ષતિ હોવાથી ચકાસણી દરમિયાન આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્‍યો છે.

ભાજપના ઉમેદવારે સરકારી ફોર્મમાં બદલાવ કરીને પોતાની મરજી મુજબનું ફોર્મ રજૂ કર્યુ હોવાની આમ આદમી પાર્ટીએ રજૂઆત કરી છે. ઉમેદવારે ઉમેદવારી કરતી વખતે સરકારે નકકી કરેલ ફોરમેટ પ્રમાણે સોગંદનામું રજૂ કરવાના બદલે જુદી રીતે ફોર્મ રજૂ કર્યુ છે અને ફોરમેટમાં પણ સુધારો કરવામાં આવ્‍યો છે.

આજે બપોરે ૩ વાગ્‍યે ફોર્મની ચકાસણી થયા બાદ ફાઇનલ ચિત્ર જોવા મળશે.

(1:54 PM IST)