News of Tuesday, 3rd June 2025
જેતપુરના દેરડી ગામે 32 વર્ષની મહિલાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ

( કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૩ :જેતપુર તાલુકાના દેરડી ગામે રહેતી 32 વર્ષની એક મહિલાનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડો. કુલદીપ શાપરીયાએ જણાવેલ છે. હાલ આ મહિલાને હોમ આઈસોલેટ કરાઈ છે. આરોગ્ય શાખા આ બાબતે સક્રિય થઈ કોવિડ પોઝીટીવ મહિલાના આરોગ્ય પર નજર રાખી રહી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
