News of Wednesday, 4th June 2025
ભાણવડના રાણપર ગામે દેશી દારૂ ઝડપાયો

(કોશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ વહેલી સવારથી એલ.સી.બી. સ્ટાફના માણસો ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાણપર ગામે બરડાડુંગર વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા. દરમ્યાન ગેરકાયદેસર દેશી-દારૂની હેરફેર કરતા રેઇડ દરમિયાન નાશી જતા ઇસમો (૧) ખીમા બોઘાભાઇ શામળા (૨) ટપુ સુકાભાઇ મોરી રહે. રાણપર સામે કાર્યવાહી કરી. (૧) દેશીદારૂ લીટર ૧૨૫૦ કિ.રૂ.૨,૫૦,૦૦૦/(૨) ગોળના ડબ્બા નંગ-૩૭ કિ.રૂ.૩૭,૦૦૦/- (૩) દેશીદારૂ હેરફેરમાં ઉપયોગમાં લીધેલ બોલેરો જીજે-૨૫-યુ- ૫૬૦૨ કિ.રૂ.૪,૦૦,૦૦૦/- (૪) હોન્ડા સાઇન જીજે- ૧૦ - સીકયુ- ૭૭૯૪ કિ.રૂ.૩૦,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૭,૧૭,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. કે.કે.ગોહિલની રાહબરી હેઠળ પીઆઇ એ.એલ.બારસીયા,પીએસઆઇ બી.એમ.દેવમુરારી તથા વી.એન.શિંગરખીયા, એએસઆઇ અરજણભાઇ ચંદ્રાવાડીયા, એચસી ખીમાભાઇ કરમુર, પરેશભાઇ સાંજવા, ગોવિંદભાઇ કરમુર તથા પો.કો. મનહરસિંહ જાડેજા વિગેરે નાઓ દ્વારા કામગીરી કરેલ છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
