News of Wednesday, 4th June 2025
ગોંડલની એક કન્યાશાળાના એનસીસી કેડેટસ ગ્રૂપમાં અશ્લીલ ફોટા અપલોડ થતા વાલીઓમાં રોષ
સ્કુલના પ્રિન્સીપાલે પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૪: ગોંડલ ની એક પ્રતિષ્ઠિત કન્યાશાળામાં ચાલતા એનસીસી યુનિટની બાળાઓનાં મેસેજ ગળપમાં કોઇએ અશ્લીલ ફોટા અપલોડ કરતા વિદ્યાર્થીનીઓ તથા વાલીઓ માં હાહાકાર મચી ગયો હતો.બનાવ ને લઇ ને સ્કુલ નાં પ્રિન્સિપાલ ને રજુઆત કરાતા તેમણે ગોંડલ પોલીસમાં લેખીત જાણ કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ આ કન્યાશાળાનાં એનસીસી યુનિટ માં ૪૨ જેટલી વિદ્યાર્થીનીઓ કેડેટસ તરીકે જોડાયેલીછે.
એનસીસી ને લગતા મેસેજ માટે કેડેટસ નાં મોબાઇલ માં SPC જુનિયર-૨૩ નામનું ગળપ કાર્યરત કરાયુ છે.એનસીસી નાં કેમ્પસ કે તાલીમ,પરેડ વગેરે માટે જરૂરી સુચના આ ગળપ માં મુકાતી હોય છે.જેથી કરીને કેડેટસ ને મેસેજ મળી રહે.
દરમિયાન થોડા દિવસ પુર્વે આ ગળપ માં હોટ સેક્સી ગર્લ્સ વિડીયો કોલીંગ ચેટીંગ એપ નામે યુવતીનાં બિભત્સ ફોટા અપલોડ કરાયા હોય વિદ્યાર્થીનીઓ માં હડકંપ મચી જવા પામ્યો હતો.
બનાવ અંગે વાલીઓ એ શાળાનાં પ્રિન્સિપાલ ને જાણ કરી હતી. દરમિયાન અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ ઙ્ઘિન્સિપાલ ને રજુઆત કરતા પ્રિન્સિપાલે બી-ડીવીઝન પોલીસમાં મોબાઇલ નાં સ્ક્રીન શોટ સાથે લેખીત ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરીછે.
અપલોડ કરાયેલા અશ્લીલ ફોટા સાથે કેટલાક મોબાઇલ નંબર પણ હોય પોલીસે આ નંબર પરથી આવી અભદ્ર હરકત કરનાર ને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.એનસીસી યુનિટ રાષ્ટ્રીય કક્ષાએ પોલીસ વિભાગ સાથે કાર્યરત હોય તેની મહીલા કેડેટસ સાથે થયેલી અભદ્ર હરકત ચર્ચા નો વિષય બનીછે. (૩.૯)
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
