<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

લોધીકા પાસે રાજકોટનો કેવલસિંહ ડોડીયાને દેશી પિસ્‍તોલ સાથે રૂરલ એસઓજીએ ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ દેશી પિસ્‍તોલ સાથે નજરે પડે છે.

રાજકોટ તા.૪: લોધીકાના રાવકી ગામ પાસે રૂરલ એસઓજીએ રાજકોટના શખ્‍સને દેશી પિસ્‍તોલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્‍સ પરપ્રંતીય મજુરોનો કોન્‍ટ્રાકટ રાખતો હોય પોતાના સ્‍વરક્ષણ માટે હથિયાર રાખ્‍યાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.

આગામી સમયફ ગ્રામપંચાયતની ચુંટણીમાં મતદારો નિભર્યપણે મતદાન કરી શકે તેવા આશયથી પોલીસ અધિક્ષક હિમકરસિંહ રાજકોટ ગ્રામ્‍યએ જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે સુચના અન્‍વયે એસ.ઓ.જી. શાખાના પો.ઇન્‍સ. એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્‍સ. પી.બી. મીશ્રા તથા સ્‍ટાફ લોધીકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડકોન્‍સ. શિવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા, તથા પો.કોન્‍સ. વિપુલભાઇ ગોહિલને સંયુકત રીતે ખાનગી રાહે મળેલ હકિકત આધારે કેવલસિંહ પ્રભાતસિંહ ડોડીયા (ઉ.વ.૩૧) રહે.રાજકોટ, અલ્‍કા સોસાયટી શેરી નં.૯, શ્રીનાથજી પાઉભાજીની બાજુમાં ચંદ્રેશનગરને દેશી બનાવટની પિસ્‍તોલ તથા કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.

પકડાયેલ કેવલસિંહ પરપ્રાંતીય મજુરોના કોન્‍ટ્રાકટર રાખતો હોય પોતાના સ્‍વરક્ષણ માટે હથિયાર લીધાની કબુલાત આપી હતી. હથિયાર કોની પાસેથી લીધુ હતુ? તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.

આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના  પો.હેડકોન્‍સ. શીવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા, વિજયભાઇ વેગડ, પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઇ ધાધલ તથા પોકોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી, ચિરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, રામદેવસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ છે.

(11:32 AM IST)