<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

અર્જુન ખાટરિયાની ‘ચળકતી' કારકિર્દીઃ ‘સુવર્ણ જયંતી વર્ષના દ્વારે મધુર ટકોરા

પરિવર્તન વકત કા નામ હૈ, રાજનીતિકા ઇનામ હૈ

રાજકોટઃ સોૈરાષ્‍ટ્રની સોૈથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્‍ય તરીકે સતત ૪ વખત ચૂંટાઇને ઇતિહાસ સર્જનારા કોંગ્રેસના ભૂતપૂર્વ અને ભાજપના વર્તમાન અગ્રણી શ્રી અર્જુન ખાટરિયાએ આજે જીવનના વધુ એક નૂતન વર્ષનું સ્‍વાગત કર્યુ છે. તેમનો જન્‍મ ૧૯૭૬ના વર્ષની ૪ જૂને થયેલ આજે પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

સહકારી ક્ષેત્રના મોભી પિતાજી ઘનશ્‍યામભાઇ ખાટરિયા પાસેથી લોકસેવાનો વારસો સંભાળીને દીપાવ્‍યો છે. કારકિર્દીનો પ્રારંભ ૧૯૯૫માં કોટડાસાંગાણી તાલુકા પંચાયત પ્રમુખ પદેથી કરેલ ત્‍યારથી રાજકીય રીતે વણથંભી વિકાસ યાત્રા છે. તેમના પત્‍ની અલ્‍પાબેન જિલ્લા પંચાયતમાં પ્રમુખ રહી ચુકયા છે. હાલ તેઓ સ્‍વાસ્‍થ્‍ય સોસાયટીના પ્રમુખ અને કોટડા માર્કેટ યાર્ડના ડીરેકટર છે. સમાજના તમામ વર્ગને સાથે રાખીને કામ કરનાર અગ્રણી તરીકે આગવી ઓળખ છે. સહકારી ક્ષેત્રે પણ કાર્યરત છે. કતૃત્‍વ અને નેતૃત્‍વનો સમન્‍વય છે. રાજકારણના વર્ષાના અનુભવે તેમને ટકવાની, અટકવાની અને છટકવાની કળા શીખવી દીધી છે.  મો. ૯૭૧૪૦ ૫૫૫૫૫

(11:54 AM IST)