<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

અમરેલી યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 360 બોક્સ કેરીની આવક થઇ જ્યારે કાચી કેરીના 20 બોક્સની આવક થઇ

અમરેલી માર્કેટ યાર્ડમાં પાકી કેરીનો 20 કિલોનો ઉંચો ભાવ 1500 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 600 રૂપિયા બોલાયો છે. યાર્ડમાં કાચી કેરીનો 20 કિલોનો ભાવ જોઇએ તો ઉંચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 700 રૂપિયા સુધી બોલાયો છે. અમરેલી માર્કેટ યાર્ડ દ્વારા જણાવ્યા અનુસાર આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કુલ 360 બોક્સ કેરીની આવક થઇ છે. જ્યારે કાચી કેરીના 20 બોક્સની આવક થઇ છે.

 

(12:04 PM IST)