News of Wednesday, 4th June 2025
વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પાસે 31 કરોડથી વધુની સંપત્તિ: 8 વર્ષમાં 10 કરોડનો વધારો
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું જેમાં તેમને સોગંદનામું કર્યું

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું જેમાં તેમને સોગંદનામું કર્યું છે, જેમાં તેની પાસે કુલ 31.07 કરોડથી વધુની સંપત્તિ હોવાનું જાહે૨ ક્યું છે. જ્યારે તેમના પત્નીના નામે 2.27 કરોડની મિલકત હોવાનું દર્શાવ્યું છે, 2017 ની સરખામણીએ કિરીટ પટેલની સંપત્તિમાં 10 કરોડનો વધારો થયો છે.
કિરીટ પટેલની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો, અત્યારે તેમની પાસે 12,49,35,846 ની જંગમ મિલકત અને 18,58,59,525 ની સ્થાવર મિલકત છે. જેમાં હાથ ઉપર રોકડા રૂપિયા 9,67,084, એક કરોડની ફિક્સ ડીપોઝીટ બેંકમાં, 2,22,289 ની કિંમતનું 187 ગ્રામ સોનુ, તેમજ સ્થાવર મિલકતમાં અમદાવાદ, ગાંધીગ્રામ, જૂનાગઢમાં મકાન અને ફ્લેટ અને દુકાનો છે. કિરીટ પટેલના પત્નીના નામે રૂપિયા 69,14,243 ની જંગમ મિલકત અને રૂપિયા 1,98,85,250 ની કિંમતની સ્થાવર મિલકત છે.
વર્ષ 2017 માં કિરીટ પટેલ વિસાવદરમાંથી ચૂંટણી લડ્યા હતા, તે સમય દરમિયાન તેની પાસે કુલ રૂપિયા 21,48,32,711 ની કિંમતની સંપત્તિ હતી, આજે આઠ વર્ષ પછી તેમની પાસે કુલ રૂપિયા 31,07,95,371 ની મિલકત ધરાવે છે. તેમજ 2017 માં તેમના ઉપર 35,54 લાખની જયારે 2025 માં 45.10 લાખની આર્થિક જવાબદારી છે.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે નિતીન રાણપરીયાને ટિકિટ આપી છે, જ્યારે આપએ ગોપાલ ઇટાલીયાને મેદાને ઉતાર્યા છે. અને ભાજપે કિરીટ પટેલ ઉપર ભરોસો મુક્યો છે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
