News of Wednesday, 4th June 2025
જુનાગઢમાં આલ્ફા સ્કૂલના 400 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન : બોર્ડમાં ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર ૬ વિદ્યાર્થીઓના હસ્તે દિપ પ્રગટાવીને સન્માન સમારંભનું ઉદ્ઘાટન
ધોરણ - 3 થી 9 તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ -10 -12 કોમર્સની પરીક્ષામાં અને ધોરણ - 12 સાયન્સની પરીક્ષામાં 80 % કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર છાત્રોનું સન્માન કરાયુ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪ : આલ્ફા સ્કૂલના સંચાલકશ્રી જી.પી. કાઠીની યાદીમા જણાવ્યું છે કે એપ્રિલ – 2025 માં લેવાયેલ ધોરણ - 3 થી 9 ની વાર્ષિક પરીક્ષામાં વર્ગ વાઇઝ પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર 178 તેજસ્વી વિદ્યાર્થીઓને તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ - 2025 માં લેવાયેલ ધોરણ -10 પરીક્ષામાં, ધોરણ-12 કોમર્સની પરીક્ષામાં અને ધોરણ - 12 સાયન્સની પરીક્ષામાં 80 % કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર 222 વિદ્યાર્થીઓનો એમ કુલ 400 તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમાંરભ તારીખ: 03.06.2025 ના રોજ ગુણાતીત સભાખંડ, અક્ષરવાડીમાં યોજવા આવેલ હતો. 400 તેજસ્વી વિદ્યાર્થીઓને સંચાલકશ્રીના હસ્તે, પ્રિન્સિપાલશ્રીના હસ્તે અને ટીચર્સના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને જાહેરમાં સન્માન કરવામાં આવ્યું હતું.
ધોરણ - 10 ની પરીક્ષામાં બોર્ડના ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર 1. વારગીયા અક્ષિતા 2. કટારા મયંક 3 .ભાદરકા યશ, ધોરણ – 12 કોમર્સની પરીક્ષામાં બોર્ડના ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર 1.ભાદરકા દેવાંગી 2. રૂપારેલીયા ભૂમિ અને ધોરણ-12 સાયન્સની પરીક્ષામાં 99.99 PR બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર 1 .ખોડભાયા સૌમ્યને એમ કુલ આ 06 (છ) વિદ્યાર્થીઓને રૂા. 11,001– નો સિલ્વર મેડલ, એટ્રેકટીવ શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સંચાલકશ્રી જી.પી.કાઠીના વરદ્દહસ્તે તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
બોર્ડમાં ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર 06 (છ) વિદ્યાર્થીઓના હસ્તે દિપ પ્રગટાવીને સન્માન સમારંભનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ અમુભાઈ પાનસુરીયાએ, સહસંચાલક ચેતનભાઈ કાઠીએ અને કાનજીભાઈ કાઠીએ કર્યું હતું. આભાર વિધિ આલ્ફા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ભારતીબેન મેઘનાથીએ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ હંસાબેન પરમારે, ખુશ્બુબેન ગઢિયાએ અને નેહાબેન વસાવડાએ જહેમત ઉઠાવી હતી.તેમ જી.પી. કાઠી સંચાલક આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
