News of Wednesday, 4th June 2025
મોરબી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી : મોરબીમાં ૨ ટંકારામા ૧ સહિત જીલ્લામાં ૩ પોઝિટિવ કેસ.
મોરબીમાં એક 24 વર્ષ અને બીજા 34 વર્ષના યુવાન તેમજ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં એક 44 વર્ષની મહિલાનો સમાવેશ

પ્રવિણ વ્યાસ દ્વારા મોરબી તા ૪ : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી અને આ જીલ્લામાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવેલ છે જેમાં મોરબીના બે યુવાન અને ટંકારાની એક મહિલાનો સમાવેશ થાય છે.
મોરબી જિલ્લામાં લોકોએ કોરોનાની બીજી લહેર વખતે તેનો હાહાકાર જોયો હતો જો કે, બે વર્ષ પછી પાછા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવેલ છે જેમાં મોરબીમાં એક 24 વર્ષ અને બીજો 34 વર્ષનો યુવાન તેમજ ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં એક 44 વર્ષની મહિલાનો સમાવેશ થાય છે અને મોરબીના બંને યુવાન હોમ આઇસોલેટમાં છે અને ટંકારા તાલુકાની મહિલા હાલમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
(3:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
