<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

તાલાલા યાર્ડમાં કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 975 રૂપિયા સુધી બોલાયો: જાણો ક્યાં દિવસે કેટલી આવક અને ભાવ : જુઓ એક મહિનાના ડેટા

આજે યાર્ડમાં કેસર કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 810 રૂપિયા અને નીચો ભાવ 230 રૂપિયા બોલાયો

તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. આજે તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 975 રૂપિયા સુધી બોલાયો છે. જ્યારે નીચો ભાવ 300 રૂપિયા બોલાયો છે. 3 જૂનના રોજ તાલાલા યાર્ડમાં કેસર કેરીનો 10 કિલોનો ઉંચો ભાવ 810 રૂપિયા અને નીચો ભાવ 230 રૂપિયા બોલાયો હતો.

તાલાલા માર્કેટીંગ યાર્ડ બજાર સમિતિ દ્વારા અનુસાર આજે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કુલ 5180 બોક્સ કેરીની આવક થઇ છે. ગઇકાલે 6770 બોક્સ કેરીની આવક થઇ હતી.

(6:43 PM IST)