તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 4th June 2025
પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાની મુશ્કેલીમાં સતત વધારો :સાઇબર ફ્રોડ કેસ મામલે જામીન ના મંજુર
હિરલબા જાડેજા સહીત કુલ 6 શખ્સો વિરુદ્ધ પોરબંદરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટ સહિતની એમ.ઓ.થી છેતરપિંડી આચરી પૈસા પડાવ્યા હોવાનો ગુનો દાખલ

પોરબંદરના ચકચારી સાઇબર ફ્રોડ કેસ મામલે બુધવારે પોરબંદર કોર્ટે હિરલબા જાડેજાના જામીન ના મંજુર કર્યા છે. સાયબર ફ્રોડના ગુન્હામા હિરલબા એ જામીન અરજી કરી હતી તે ના મંજુર કરવામા આવી છે
પોરબંદરના મહિલા અગ્રણી હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ખંડણી અને અપહરણના કેસમાં હિરલબા જાડેજા સહિતના સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હિરલબા જાડેજા સહીત કુલ 6 શખ્સો વિરુદ્ધ પોરબંદરના સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટ સહિતની એમ.ઓ.થી છેતરપિંડી આચરી પૈસા પડાવ્યા હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, થોડા દિવસો પૂર્વે ખંડણી અને અપહરણના કેસમાં હિરલબાને રાહત મળી હતી. અને જામીન મંજુર થયા હતા. તો 4 જૂન બુધવારે સાઇબર ફ્રોડ કેસમાં કોર્ટે હિરલબા જાડેજાના જામીન ના મંજુર કર્યા છે.
બીજી તરફ ચાર દિવસ પહેલા જૂનાગઢના સાઇબર પોલીસ સ્ટેશનમાં હિરલબા સહિત અન્ય શખ્સો વિરુદ્ધ સાઇબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 10 થી વધુ રાજ્યોમાં સાઇબર ફ્રોડની રકમો જૂનાગઢના 22 જેટલા ખાતાઓમાં જમા થતી હતી તે સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી છે. હિરલબા જાડેજા વિરુદ્ધ ત્રીજી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સાઇબર ક્રાઇમ ફ્રોડ મામલે મોટા ખુલાસા થઇ શકે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
