તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
મોરબીના કબીર આશ્રમ નજીક શેરીમાંથી દારૂ-બીયર સાથે એક ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : કબીર આશ્રમ નજીક મારૂતિનગર શેરીમાંથી પોલીસે એક આરોપીને ઝડપી લઈને દારૂની ૦૩ બોટલ અને બીયરના ૬ ટીનનો મુદામાલ કબજે લીધો છે.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર કબીર આશ્રમ નજીક મારૂતિનગર શેરીમાં રેડ કરી હતી અને આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દારૂની ૦૩ બોટલ કીમત રૂ ૩૩૦૦ અને બીયર ટીન ૬ કીમત રૂ ૬૦૦ મળીને કુલ રૂ ૩૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે.
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
