<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

જામનગરમાં ૭, ભાવનગરમાં ૪ કોરોના કેસ

દરરોજ નવા કેસ નોંધાતા સૌરાષ્‍ટ્ર-કચ્‍છના લોકો ચિંતીત

રાજકોટ તા. પ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કોરોના કેસ વધતા લોકોમાં ચિંતા વધી છે. જામનગરમાં ૭ અને ભાવનગરમાં ૪ કેસ નોંધાયા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :. જામનગર શહેરમાં કોરોનાના ૭ કેસ નોંધાયા છે. જેમાં કામદાર કોલોની, પવનચક્કી જેલ રોડ, દિગ્‍વિજય પ્‍લોટ નં. ૩,  નીલકંઠ બેડી રીંગ રોડ, પી. જી. હોસ્‍ટેલ, પટેલ કોલોની, વૃંદાવન પાર્ક-૧,માં આ કેસ નોંધાયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર  :.. ભાવનગરમાં  એક સાથે કોરોના ના નવા ચાર કેસ નોંધાયા છે . કોરોના એ માથું ઉચકતા લોકોમાં  ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના શહેરના વિજયનગરમાંથી ૨૦ વર્ષિય યુવક, ઘોઘા સર્કલ વિસ્‍તારમાંથી ૯ વર્ષીય બાળક, હાદાનગરમાંથી ૩૯ વર્ષીય પુરૂષ અને મફતનગર વિસ્‍તારમાંથી ૩૨ વર્ષીય પુરૂષ સહિત ચારનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલ છે.

જ્‍યારે  આજે ત્રણ દર્દીઓ કોરોના મુક્‍ત થયા છે.હવે ભાવનગરમાં કોરોનાના  કુલ નવ કેસ એક્‍ટિવ રહ્યા છે. (પ-૭)

(10:32 AM IST)