તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
જામનગરના કાલાવડ નાકા બહાર વાડામાં ગેરકાયદે બાંધી રાખેલા ૩૨ પાડાને છોડાવી કડક કાર્યવાહી કરતી સિટી એ. ડિવિઝન પોલીસ ટીમ
પોલીસે તમામ અબોલ જીવોને બચાવી લઇ પાંજરાપોળમાં મોકલી આપ્યા: બે શખ્સો સામે પશુ પ્રત્યે ઘાતકી પણું રાખવા અંગે ગુનો નોંધ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૫ : જામનગરમાં કાલાવડ નાકા બહાર ગઈકાલે મોડી રાત્રે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી એક વાડા માંથી ૩૨ નંગ જેટલા આબોલ પશુ (નર ભેંસ- પાડા) ને છોડાવી લઈ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે, જ્યારે ગેરકાયદે પશુઓને રાખનાર બે શખ્સો સામે પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણું રાખવા અંગે ની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને બન્નેની અટકાયત કરી લીધી છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોક નજીક બીલાલ શબીરભાઇ શેરજી અને સરફરાજ ઓસમાણ દલ નામના બે આસામીઓ ના ઢોરના વાડામાં ગેરરીતિ આચરી ભેંસ વર્ગ ના પાડાઓને (નર ભેંસ) ને ક્રૂરતા પૂર્વક ગેરરીતિ થી બાંધી રાખ્યા હોવાની બાતમીના આધારે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત પીએસઆઇ રૂદ્રસિંહ જાડેજા અને સર્વેલન્સ સ્ક્વોડ ટીમ દ્વારા બન્ને આસામીઓ ને ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો.
જ્યાંથી ૩૨ જેટલા અબોલ જીવ (પાડા) ને આસામી ના વાડા માંથી છોડાવી જામનગર મહાનગર પાલિકા ના સંચાલિત ઢોર ના ડબ્બે ટ્રેક્ટર દ્વારા ખસેડવામાં આવ્યા હતા, અને બન્ને ઇસમો બીલાલ શબીરભાઇ શેરજી અને સરફરાજ ઓસમાણ દલ વિરૂદ્ધ એનિમલ એક્ટ તળે કાર્યવાહી કરી ગુન્હો નોંધી અટકાયત કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી થી કાલાવડ નાકા બહાર વિસ્તારમાં બકરી ઈદ જેવા તહેવાર પહેલાં જ આ કાર્યવાહી થતાં ભારે ચકચાર જાગી છે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
