તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આવી રહેલ બંધ ડગની દરિયામાં સમાધિ

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા.૫ :.. ડેડ વેસલ ઓરેલને ખેંચીને ટગ ઝેન પ્રાઇડ પર્શિયન ગલ્ફમાંથી નિકળી હતી અને તેને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૧૫માં ભંગાવવા માટે નિર્ધારીત કરવામાં આવ્યુ હતુ. ૧૩૩૬ મેટ્રિક ટન વજન ધરાવતી ઓફશોર સપ્લાય ટગ વર્ષ ૧૯૮૪માં નિર્માણ પામી હતી અને લાંબા સમયથી યુએઇમાં કામ વિના પડી રહી હતી.
વર્ષ ૨૦૨૧માં યુએઇ કેબિનેટ દ્વારા આ ટગને ઓનલાઇન હરાજી મારફતે વેચે દેવાનું ઠરાવવામાં આવ્યુ હતુ અને ૨૨મી માર્ચ ૨૦૨૪ના રોજ યુએઇના સ્થાનિક અખબારોમાં ટગ ઓરેલ ઇ-ઓકશનથી વેચાણ કરવા માટે ઘોષિત કરવામાં આવ્યુ હતુ અને એમિરાટ્સ ઓક્શન વેબસાઇટ પર તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.બંધ પડેલી ટગ અલ હમેરીયા બંદર શારજાહ ખાતે લાંબા સમયથી બંધ હાલતમાં હતી.
ઓનલાઇન હરાજી મારફતે દુબઇના કેશબાયરો થકી અલંગના પ્લોટ નં.૧૫ અનુપમા સ્ટીલ દ્વારા ખરીદવામાં આવ્યુ હતુ અને તેને અલંગ સુધી લાવવા માટે ટગ ઝેન પ્રાઇડને મોકલવામાં આવી હતી અને ઝેન પ્રાઇડ દ્વારા ઓરેલને બાંધીને અલંગ તરફ લાવવામાં આવી રહ્યું હતુ તે દરમિયાન દુબઇથી ૩૦૦ દરિયાઇ નોટિકલ માઇલના અંતરે તોફાન જેવી સ્થિતિ અને ભારે દરિયાઇ કરન્ટમાં બંધ ટગમાં પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતા ઓરેલને ખેંચી રહેલી ટગ ઝેનનું ટોઇંગ તૂટતા ટગે જળ સમાધી લીધી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
