News of Thursday, 5th June 2025
નૈઋત્ય ચોમાસુ કેરળમાં ભલે વ્હેલું બેઠું પરતું સૌરાષ્ટ્રમાં ઍકાદ અઠવાડિયું મોડું બેસશેઃ પરંતુ હવામાન નિષ્ણાત કિશોર ભાડજા

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારાઃ અગાઉ અકિલા સાંધ્ય દૈનિકમાં તા.૨૮/૦૩/૨૦૨૫ ચૈત્ર સુદ પાંચમની ખાદલીના અંકમાં જણાવ્યું હતું કે ઓણુકુ ૨૦૨૫ નુ ચોમાસુ ૧૦ દિવસ મોડું આવશે. ત્યારે ઉધાડ અને અગન ઓકતા કોરા ધાકડ આકાશમાં આગાહી કરતા કિશોર ભાડજા ઍ જણાવ્યું હતું કે જેઠ સુદ બારસના રવિવારે ૮ જૂને સૂર્ય નક્ષત્ર મૃગશીર્ષમા ૭.૧૯ મિનિટ બેસે છે ચંદ્ર નક્ષત્ર સ્વતી વાહન શિયાળનુ છે અને જેઠ વદ બારસને રવિવારે ૨૨ જૂને સૂર્ય નક્ષત્ર આદ્રા માં ૬.૨૦ મિનિટે બેસે છે ચંદ્ર નક્ષત્ર ભરણી છે વાહન ઉંદરનુ છે.
અષાઢ સુદ દશમને શનિવારે ૫ જુલાઈના સૂર્ય નક્ષત્ર પુનર્વસુમા રાત્રે ૫.૪૮ મિનિટે બેસે છે ચંદ્ર નક્ષત્ર વિશાખા વાહન અશ્વ છે જેનાં આંકલન થકી આગામી ૨૨ જૂનથી સૂર્ય નક્ષત્ર આદ્રામા બેસ્તા સૌરાષ્ટ્રમાં પ્રિમોન્સૂનની શરૂઆત થઈ જશે. સૂર્ય નક્ષત્ર આદ્રા ઉત્તરતા અને સૂર્ય નક્ષત્ર પુનર્વસુ બેસ્તા બંગાળની ખાડીમાં ૩ જુલાઈથી સિસ્ટમ્સ સક્રિય થશે જેની અસર સૌરાષ્ટ્રમાં ૫ જુલાઈ ૧૦ જુલાઈ ઍટલે કે અષાઢ સુદ દશમથી પૂનમ સુધીમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે. પુનર્વસુ નક્ષત્રમાં નદી નાળામાં નવા નીરની આવક થશે પુનર્વસુ નક્ષત્ર ઉતરતા અને પુષ્પ નક્ષત્ર બેસ્તા અને પુષ્પ નક્ષત્ર ઉતરતા પણ વરસાદના સારા રાઉન્ડ છે આ પુનર્વસુ નક્ષત્ર ઉપર આખા વર્ષનો આધાર છે અને રોહિણી નક્ષત્રમા અમુક અમુક વિસ્તારમાં રેલાઈ છે.
આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે બાકી બધુ કુદરતને આધીન છે કિશોર ભાડજા ગામ નેસડા (ખાનપર) તા ટંકારા જીલ્લો મોરબી મો ૯૫૮૬૫૯૦૬૦૧.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
