News of Thursday, 5th June 2025
ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજની કૃપા પાત્ર શિષ્ય પૂ. અમરગીરીબાપુની શનિવારે ચાદર વિધી
ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરૂ દેવો મહેશ્વર... ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મેય શ્રી ગુરૂદેવ નમઃ શુક્રવારે રાત્રીના અરવિંદ ભારથી ભનુભાઇ ઓડેદરા મીલન પટેલ, ભગવતી ગોસ્વામી નૈતિક વ્યાસ સંતવાણીમાં રમઝટ બોલાવશે

રાજકોટ, તા. પ : હળવદ તાલુકાના ચરાડવામાં આવેલ શ્રી મહાકાળી આશ્રમના બ્રહ્મલીન પૂ. દયાનંદગીરી મહારાજની કૃપા પાત્ર શિષ્ટ પૂ. અમરગીરીબાપુની શનિવારે ચાદરવિધી કરાશે.
હળવદ તાલુકાના ચરાડવા સ્થિત શ્રી મહાકાળી આશ્રમ ખાતે સોડષી ભંડારો તથા ચાદર વિધિનું આયોજન આગામી તારીખ ૭ જૂન ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. શ્રી મહાકાળી મંદિરના બ્રહ્મલીન ગુરુદેવ દયાનંદગીરી બાપુ ગત તારીખ ૨૩ મે ને શુક્રવારના રોજ બ્રહ્મલીન થયા હતા. ત્યારે ૭ જૂનના રોજ તેમનો સોડષી ભંડારો રાખવામાં આવ્યો છે. સાથે જ દયાનંદગીરી બાપુના ઉત્તરાધિકારી મહંત અમરગીરીજી બાપુની ચાદર વિધિ પણ કરવામાં આવશે.
આ નિમિત્તે ૬ જૂન ને શુક્રવારના રોજ રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે જેમાં અરવિંદ ભારથી, ભનુભાઈ આડેદરા અને મીલનભાઈ પટેલ ઉપસ્થિત રહી ભજનની રમઝટ બોલાવશે. જ્યારે ૭ જૂન ને શનિવારના રોજ રાત્રે ૧૦ કલાકે સંતવાણી કાર્યક્રમમાં ભગવતીબેન ગોસ્વામી અને નૈતિક વ્યાસ ભજનની રમઝટ બોલાવશે.
આ પ્રસંગે ૭ જૂન ને શનિવારના રોજ સવારે ૮ કલાકે સમાધી પૂજન કરવામાં આવશે. ત્યારબાદ ૯ વાગ્યે ચાદર વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ૧૦ કલાકે સંતો આશીર્વચન પાઠવશે. બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સાધુ-સંતો, સિદ્ધ મહાત્માઓ, યોગીઓ, જોગીઓ અને સિદ્ધ ચોરાસી પધારશે.
આ ધાર્મિક પ્રસંગે સૌને જાહેર આમંત્રણ મહંત શ્રી અમરગીરી બાપુ બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી દયાનંદગીરીજી મહારાજ શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા દ્વારા પાઠવાયું છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
