તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Thursday, 5th June 2025
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને વિશિષ્ટ પુષ્પશૃંગાર મનોરથ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. પઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં સાંજે ઠાકોરજીના ઉત્થાપન દર્શન સમયે વારાદાર પુજારી પરિવાર દ્વારા ઠાકોરજીને વિશેષ પુષ્પકલિઅોથી નિર્મિત પુષ્પ શૃંગાર યોજવામાં આવ્યા હતા. ગ્રીષ્મકાળમાં શ્રીજીને ઠંડક આપતાં પુષ્પ શૃંગાર સતત બે માસ સુધી યોજવામાં આવે છે. આજના ઠાકોરજીના આ દિવ્ય દર્શનનો હજારો ઉપસ્થિત ભાવિકોઍ તેમજ અોનલાઇનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતો આ દિવ્ય દર્શન નિહાળી ભાવભિર બન્યા હતા. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા) (૭.ર૩)
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
