<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

મોરબી શહેરના મુખ્‍ય માર્ગો પર લગાવેલા ૫૦ જેટલા હોડીંગ્‍સ હટાવ્‍યા

મોરબીઃ મહાનગરપાલિકા દ્વારા આજે શહેરમાં આડેધડ ખડકી દેવામાં આવેલ હોડીંગ્‍સ હટાવવાની કામગીરી કરી હતી ચોમાસાની ઋતુમાં હોડીંગ્‍સ તૂટી પડી કોઈ કોઈ અકસ્‍માત ના સર્જે તે માટે તકેદારીના ભાગરૂપે હોડીંગ્‍સ દુર કરવામાં આવ્‍યા હતા. બાપા સીતારામ ચોક, અવની ચોકડી અને શહેરના અન્‍ય માર્ગો પર હોડીંગ્‍સ હટાવવામાં આવ્‍યા હતા કુલ ૫૦ જેટલા હોડીંગ્‍સ હટાવી દેવામાં આવ્‍યા છે ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં લઈને પ્રી- મોન્‍સૂન કામગીરીના ભાગરૂપે હોડીંગ્‍સ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

(12:14 PM IST)