તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
મોરબી એ ડીવીઝનના પોલીસ કર્મચારીને ૨.૩૫ લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો
અરજીમાં ગુન્હો દાખલ ન કરવા અને નિકાલ માટે ૨.૩૫ લાખની લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાની ધરપકડ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૫: મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં અરજદાર પાસેથી કોન્ટેબલને લાખોની લાંચ લેતા અમદાવાદ એલસીબી ની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામના ફરીયાદીએ તા.૦૬/૦૯/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લાના ગામ નાની વાવડી ખાતે પ્લોટ ખરીદ કરેલ. જે પ્લોટ બાબતે નગર દરવાજા પોલીસ ચોકી ખાતે ખોટી રીતે દસ્તાવેજ કર્યા બાબતે એક અરજી આવેલ. જે અરજીમાં ગુનો દાખલ ન કરવા અને આ અરજીના નિકાલ કરવા આ કામનાં આરોપી હિતેશ મકવાણા એ આ કામનાં ફરીયાદી પાસે રૂ.બે લાખ પચાસ હજારની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૨,૩૫,૦૦૦/ લાંચની રકમ આપવાનું નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા, લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૨,૩૫,૦૦૦/ લાંચની રકમ સ્વીકારી રંગે હાથ પકડાઇ ગયેલ છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
