News of Thursday, 5th June 2025
મોરબી-માળીયા પંથકમાં છ લોકોના અકાળે મોત
રફાળેશ્વરમાં છાપરા ઉપરથી પટકાતા બે શ્રમીકના મોતઃ પરણિતાનો ફાંસોખાઇ અને વેપારીએ મચ્છુ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો ખારઇ ગામે કેનાલમાં ડૂબી જતા મોરબીના ભરતભાઇ સોલંકીનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. પઃ મોરબી શહેર, ગ્રામ્ય તેમજ માળીયા મિયાણા પંથકમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અપમળત્યુના અલગ અલગ પાંચ બનાવમાં છ લોકોના મળત્યુ નિપજ્યા હતા.
પ્રથમ બનાવમાં રવાપર નદી ગામે રહેતા નયનાબેન દિનેશભાઈ ચૌહાણ ઉ.૩૨ નામના પરિણીત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મળત્યુ નીપજ્યું હતું. નયનાબેનના લગ્ન દસેક વર્ષ પહેલાં થયા હતા. બીજા બનાવમાં માળીયા મિયાણાના ખીરઈ ગામે પાણીની કેનાલમાં ડૂબી જવાથી મોરબીના ઈન્દિરાનગરમાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઉ.૪૦નું મળત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજા બનાવમાં મોરબીની હવેલી શેરીમાં રહેતા જીતેશભાઈ ઉર્ફે જીતુભાઈ દલસુખરાય ખંભાતી ઉ.૪૫ નામના યુવાને કોઈ કારણોસર કંડલા બાયપાસ ઉપર મચ્છુ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
જ્યારે ચોથા બનાવમાં મોરબીની રફાળેશ્વર જીઆઈડીસીમાં જીઓ ટેક કલર કંપનીમાં છાપરા ઉપર ચડી કામ કરી રહેલા કિશોરભાઈ કાંતિભાઈ અદગામા ઉ.૪૦ અને દિનેશભાઈ સોમાભાઈ વરાણીયા ઉ.૪૫ રહે.બન્ને ત્રાજપર વાળાઓ છાપરા ઉપરથી નીચે પટકાતા બન્નેના મળત્યુ નિપજ્યા હતા. પાંચમા બનાવમાં મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા નીતિનભાઈ નરસીભાઈ મોરડીયાએ આઠેક મહિના પૂર્વે મગજનું ઓપરેશન કરાવેલ હોય તા.૨૭ના રોજ બેભાન થઈ જતા સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તા. ૨ જુનના રોજ મળત્યુ નીપજ્યું હતું. નીચે પટકાતા બન્નેના મળત્યુ નીપજ્યા હતા.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
