<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

સાવરકુંડલામાં મહુવા રોડ ઉપર કાચા ડાયવર્ઝનના કારણે વાહન ચાલકો હેરાન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. પ :  સાવરકુંડલા મહુવા રોડ પર રેલ્‍વે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે કાચા ડ્રાઇવર્ઝનના કારણે નાના વાહન ચાલકો ભોગવી રહ્યા છે હાલાકી મોટા વાહન ને પ્રવેશ ન કરવા સરકારે જાહેરનામું  પ્રસિદ્ધિ કર્યું છે તેમ છતાં બે રોકટોક પ્રવેશી રહ્યા છે મોટા વાહનો સરકારના જાહેરનામાં નો સરેઆમ ઉલાળિયો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે નાના વાહન ચાલકો ની માગ છે વ્‍હેલી તકે પાકું ડ્રાઈવર્જન બનાવામાં આવે તેવી માંગ છે.

સાવરકુંડલાના મહુવા રોડ ઉપર આવેલ રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ છેલ્લા દોઢ બે મહિનાથી ચાલી રહ્યું છે કોન્‍ટ્રાક્‍ટર દ્વારા સાઈડમાં મેટલીંગ નાખીને કાચું ડ્રાઈવરજન બનાવામાં આવ્‍યું છે કાચું ડ્રાઈવરજન હોવાના કારણે નાના વાહન ચાલકો મુશ્‍કેલી વેઠી રહ્યા છે લાંબા સમય સુધી આ કામ ચાલવાનું હોવાથી મોટા વાહનો ને બાયપાસ રોડે ચલાવવા માટે જાહેરનામું બહાર પાડ્‍યું છે માત્ર નાના વાહન ચાલકો ને આવવા જવા માટે ની છૂટછાટ છે.

રેલ્‍વે ઓવર બ્રિજના કામ શરૂ થતા એજન્‍સી દ્વારા સાઈડમાં મેટલીંગ પથ્‍થર નાખી સાંકડું ડાઇવર્ઝન કાઢવામાં આવ્‍યું છે વારંવાર મોટું વાહન આવી જાય ત્‍યારે ટ્રાફિક સર્જાય જાય છે જ્‍યારે દર્દી ને લઈને જતી વખતે આ ડ્રાઇવઝન માંથી પસાર થતા સમયે દર્દી ને પીડાવું પડે છે વાહનમાં મેન્‍ટેન્‍સ ભોગવું પડે છે અને રાહદારી ઓ ને ભારે તકલીફ થઇ રહી છૅ

ગુજરાત શહેરી વિકાસ અને ગળહ નિર્માણ વિભાગના જી.યુ.ડી.સી દ્રારા રેલવે બીજ નું કામ બે મહિના થી શરૂ કરવામાં આવેલ છે અંદાજિત બે વર્ષ આ કામ શરૂ રહેવાનું છે હાલ ચોમાસા ની સીઝન આવી રહી છે ડાઇવર્ઝન કાઢવામાં આવેલ છે તે જગ્‍યા એ પાણી નું વહેણ છૅ  ત્‍યારે આ લાંબા સમય કામ શરૂ રહેવાના કારણે મોટા વાહનો ને બાયપાસ પરથી ચલાવા માટે સરકારે જાહેરનામું પ્રસિદ્ધિ કર્યું છે તેમ છતાં મોટા વાહનો બે રોકટોક પ્રવેશી રહ્યા છે.

રેલવે ઓવર બ્રિજનું કામ બે મહિના થી શરૂ કરવામાં આવેલ છે તેમ છતાં એજન્‍સી દ્વારા કાચું ડાઈવરજન બનાવી નાખેલ છે હવે જોવાનું એ રહ્યું નાના વાહન ચાલકો ની હાલાકી દૂર કરવા એજન્‍સી પાકું ડાઈવર્જન કયારે બનાવશે તે પ્રશ્‍ન છે.

 

(12:21 PM IST)