તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 5th June 2025
જુનાગઢમાં છરી બતાવીને બળજબરીથી ર.૩૩ લાખ પડાવી લેનાર ગૌરવ ઉર્ફે ગભરૂ સોલંકી ઝડપાયો
રેન્જના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાની આગેવાનીમાં જુનાગઢ એ-ડિવીઝન પોલીસની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. પઃ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જુનાગઢ પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા તથા જુનાગઢ વિભાગ-જુનાગઢના નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા દ્વારા મિલકત વિરૂધ્ધના ચોરી, લુંટ, ઘરફોડ, ચલીઝડપ, બળ જબરીથી કઢાવી લેવાના બનાવોમાં આરોપીઓને તાત્કાલીક પકડી પાડી કડક હાથે કામ લેવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પુરૂ પાડેલ હોય.
ફરીયાદીએ પોતાની બોલેરો લઇને પોતાના ઘરેથી ઉના જવા નીકળેલ અને રસ્તામાં આ કામના આરોપીઓએ ફરીયાદીના બોલેરોની આગળ પોતાની ફોરવ્હીલ ઉભી રાખી ગે.કા.અવરોધ કરી ફરીને જેમફાવે તેમ ગાળો કાઢી, ઢીકા પાટુનો માર મારી ફરીયાદીને છરી બતાવી ધરારથી ફરીયાદીના મોબાઇલ ફોનમાંથી ૧૩,૦૦૦/- રૂપીયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગંભીર ગુન્હો કરેલ હોય જેથી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા પો.ઇન્સ શ્રી આર.કે.પરમાર નાઓએ એ ડિવી. પો.સ્ટે.ના ગુન્હા નિવારણ શાખાના પો.સબ.ઇન્સ. શ્રી વાય.એન.સોલંકી તથા પો.સ્ટાફને સદર આરોપીને અટક કરવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડતા તે અનુસંધાને ગુન્હા નિવારણ શાખાના માણસો એ.એસ.આઈ. પંકજભાઈ સાગઠીયા તથા પો.કોન્સ કલ્પેશભાઈ ચાવડા નાઓએ બાતમી હકીકત આધારે ટીમવર્ક કરી ટેકનીકલ તથા હ્યુમન સોર્યના માધ્યમથી આ કામના આરોપીને પ્રદીપ ખાડીયા ખાતેથી પકડી પાડેલ અને આ કામની આગળની તપાસ પો.સબ.ઇન્સ ડી.બી. જોષી નાઓ ચલાવી રહેલ છે.
પોલીસે ગૌરવ ઉર્દૂ ગભરૂ અજયભાઈ સોલંકી રહે. જૂનાગઢ બોડીંગવાસ ખાડીયા પંચેશ્વર રોડ ની ઘરપકડ કરીને બળજબરીથી મોબાઇલથી ટ્રાન્સફર કરાવેલ રોકડ રૂ.૧૩૦૦૦/-, એપલ કંપનીનો વાઇટ કલરનો મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૨૦,૦૦૦, સ્વીફટ ટુકડો બ્લુ કલરની ફોરવ્હિલ ગાડી રજી નં. જીજે ૧૧ સીડી ૯૧૨૦ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- જપ્ત કરેલ.
આ કામગીરી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઈન્સ. આર. કે. પરમાર તથા પો.સબ.ઈન્સ વાય.એન. સોલંકી તથા પો.સબ.ઈન્સ ડી.બી. જોષી તથા નેત્રમ શાખાના પો.સબ.ઈન્સ. પી.એસ.મશરૂ એ.એસ.આઈ, મહેશભાઈ રવૈવા એ.એસ.આઈ. જે.પી. મેતા તથા એ.એસ.આઈ, પંકજભાઈ સાગઠીયા તથા પો.હેડ.કોન્સ, તેજલ સિંઘવ તથા પો.કોન્સ કલ્પેશભાઈ ચાવડા તથા જીગ્નેશભાઈ શુક્લ તથા અજવસિહ ચુડાસમા તથા જયેશભાઈ કરમત તથા નીતીખમાઈ હીરાણી તથા નરેન્દ્રભાઇ બાલસા તથા વિક્રમભાઈ ઘેલાણા તથા જુવાનભાઈ લાખણોત્રા તથા પો.કોન્સ વિક્રમભાઈ જીંજુવા તથા નેત્રમ શાખાના પો.ડોન્સ રાહુલભાઈ મેઘનાણી તથા નરેન્દ્રભાઈ દવાતર નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
