<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

જામનગરમાં ૧૦૮ ની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

શહેરના જેટલા લોકેશન ઉપર ૧૦૮ ની ટીમ ની એમ્બ્યુલન્સ ઊભી રહે છે, તે તમામ સ્થળો પર વૃક્ષારોપણ કરાયું

 ( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર: જામનગરમાં ઇ.એમ.આર.આઈ., જી.એચ. એસ.  ૧૦૮ ની ટીમ દ્વારા પણ પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કરાયું હતું.
 જામનગરના એરપોર્ટ ખાતે ઇ.એમ.આર.આઇ., જી.એચ.એસ. ૧૦૮ ની ટીમ ના જિલ્લા સુપરવાઈઝર જયદેવસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા પણ વૃક્ષારોપણ કરાયું હતું, અને વિશ્વ પર્યાવરણ દિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી. અને જામનગર શહેરના જેટલા લોકેશન ઉપર ૧૦૮ ની ટીમ ની એમ્બ્યુલન્સ ઊભી રહે છે, તે તમામ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

(7:08 PM IST)