News of Thursday, 5th June 2025
જામનગરમાં ઇટ્રા દ્વારા હરિત યોગ થકી પર્યાવરણ દિવસની ઉજવણી :ઔષધિય વૃક્ષોનું વાવેતર કરાયું
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સત્કારવા યોગાસન (કોમન યોગ પ્રોટોકોલ) કરવામાં આવ્યા

( મુકુંદ બદીયાણી દ્વારા ) જામનગર : આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત “હરિત યોગ” દ્વારા પ્રકૃતિની વચ્ચે કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના હર્બલ ગર્ડન ખાતે ૫ જૂનના રોજ સવારે ૭ થી ૯ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સત્કારવા યોગાસન (કોમન યોગ પ્રોટોકોલ) કરવામાં આવ્યા હતા, ત્યારબાદ બોઇઝ હોસ્ટેલ ખાતે ‘એક પેડ માં કે નામ’ તેમજ “પર્યાવરણ દિવસ”ની ઉજવણીને અનુમોદન આપવા ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીની અધ્યક્ષતામાં સંસ્થાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ તેમજ ડબલ્યુ.એચ.ઓ.-જી.ટી.એમ.સી.ના ડૉ. મનજીત સલુજા તેમજ ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટીના કીર્તિભાઇ ફોફરિયા જોડાયા હતા.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
