<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ભાવનગરમાં કોરોનાનો વધતો કહેર : આજે વધુ 6 કેસ નોંધાયા

હાલ કોરોના સંક્રમણ ધરાવતા કુલ 14 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા

 ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગરમાં કોરોના ના કેસો રોજ વધતા જાય છે. આજે શહેરમાં વધુ છ કેસો નોંધાયા છે. જેમાં શહેરના પાનવાડી વિસ્તારમાંથી 85 વર્ષીય વૃધ્ધ, સર.ટી.હોસ્પિટલની પીજી હોસ્ટેલમાંથી 30 વર્ષિય યુવતી, આંબાવાડી વિસ્તારમાંથી ૩૩ વર્ષીય યુવાન, ફુલસર વિસ્તારમાંથી 49 વર્ષીય પુરૂષ, ભાયાણીની વાડીમાંથી 22 વર્ષીય યુવાન અને શાસ્ત્રીનગર વિસ્તારમાંથી 13 વર્ષીય બાળા સહિત 6 પોઝીટીવ કેસ આજે નોંધાયા છે. જ્યારે એક દર્દી કોરોના રોગમાંથી મુક્ત થયેલ છે. ભાવનગરમાં હાલ કોરોના સંક્રમણ ધરાવતા કુલ 14 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે

(8:28 PM IST)