<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

મોરબીના રાજપર રોડ ઉપર ઘડિયાળના કારખાનામાં આગ લાગી.

બે ફાયરની ટીમોએ ઘટના સ્થળે તાત્કાલિક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર મહદઅંશે કાબુ મેળવી લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર મામાદેવના મંદિરની સામે આવેલ એક ઘડિયાળના કારખાનામાં આજે સાંજના સુમારે આગ લાગવાની ઘટના સામે આવી છે. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મામલે ફાયર વિભાગને જાણ કરાતા બે ફાયરની ટીમોએ ઘટના સ્થળે તાત્કાલિક દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર મહદઅંશે કાબુ મેળવી લીધો છે. આ આગ કઈ રીતે લાગી તેનું કારણ હજુ સામે આવ્યું નથી.

(1:11 AM IST)