તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
મોરબી વાંકાનેર વચ્ચે વઘાસીયા ટોલનાકે ફિલ્મી દ્રશ્યો: રોકવા જતા કાર પોલીસના ખાનગી વાહનોને ટક્કર મારી ફરાર.
વાંકાનેર સીટી પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે પોલીસ ટીમ વોચમાં હતી અને બાતમી મુજબની કારને રોકવા જતા પોલીસના ખાનગી વાહનોને ટક્કર મારી ટોલનાકાના બેરીકેટને નુકશાન પહોંચાડી કાર ચાલક નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ ભવાનસિંહ પરમારે કાર જીજે ૩૬ આર ૧૯૩૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૪ ના રોજ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની કિયા કાર જીજે ૩૬ આર ૧૯૩૫ વાળી ચોટીલા તરફથી દારૂ ભરી વાંકાનેરથી પસાર થવાની છે
જેથી વાંકાનેર વઘાસીયા ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી અને કાર ટોલનાકા લેન નંબર ૫ માં પહોંચતા ખાનગી વાહનોથી આગળ અને પાછળ કોર્ડન કરી રોકવા પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાવી હતી જેથી ટોલનાકાના બેરીકેટને નુકશાન કરી તેમજ ખાનગી વાહનમાં ફોર વ્હીલ કાર અને બાઈકને નુકશાન કરી નાસી ગયો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
