<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

હળવદઃ વીડિયોમાં દારૂની બોટલ સાથે દેખાતા ૩ને પોલીસે ઝડપ્‍યાઃ રીલ બનાવવી પડી મોંઘી

 

( દીપક જાની દ્વારા ) હળવદ, તા.૬:  સોશિયલ મીડિયામાં  એક વીડિયો ફરતો થયો હતો. જેમાં કારમાં બેઠલા શખસ દ્વારા દારૂની બોટલ બતાવવામાં આવતી હતી. ફરતા થયેલા વીડિયોમાં દેખાતા શખસોને પકડવા માટે પોલીસે તજવીજ શરુ કરી હતી. બાયપાસ રોડ ઉપર આવેલા ૩ રસ્‍તા પાસેથી પસાર થતી કાર હોવાનું સામે આવ્‍યું હતું. આથી કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. ત્‍યારે કારમાંથી ૩૦૦ એમએલ જેટલો દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ ૨ લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં હળવદ કણબીપરાના ૩૧ વર્ષના દર્શન ઉર્ફે દશો ભરતભાઈ તારબુંદીયા હળવદ, જાની ફળિયુમાં રહેતા ૧૯ વર્ષના રુદ્ર કૌશિકભાઈ ઉર્ફે ગોપી ઠાકર અને હળવદ ગોરી દરવાજા વિસ્‍તારમાં રહેતા ૧૯ વર્ષના રજની ઉર્ફે જગુડો રાજુભાઈ ગોથલને ઝડપી પાડયા હતા

(10:44 AM IST)