તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th June 2025
જામનગરમાં ૭, ધ્રાંગધ્રા-પ, ગોંડલમાં કોરોનાના ર કેસ
સૌરાષ્ટ્ર-કચ્છમાં મહામારીના કેસની સંખ્યામાં વધારો થતા લોકોમાં ભારે ચિંતા

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના કેસમાં વધારો થતા લોકો ચિંતામાં મુકાય ગયા છે. તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવા અપીલ કરાઇ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરમાં ૭ કેસ કોરોનાના નોંધાયા છે. જેમાં ડેન્ટલ હોસ્ટેલમાં ૩ ભીમવાસ, હિમતનગર, જેલ રોડ, પ્રેમચંદ કોલોની, દિગ્વિજય પ્લોટમાં કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગર
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :.. સુરેન્દ્રનગર જિલ્લો કોરોનાથી અળગો રહેતા લોકો હાશકારો અનુભવતા હતા. પરંતુ આ હાશકારો લાંબો સમય ચાલ્યો નથી. અને બુધવારે મોડી સાંજે જિલ્લામાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા. આ ત્રણેય કેસ ધ્રાંગધ્રા તાલુકામાં નોંધાયા હતા. જેમાં ૨ ધ્રાંગધ્રા સિટી અને ૧ કેસ તાલુકાના રાજગઢમાં સામે આવ્યો હતો. ત્યારે ગુરૂવારે ફરી નવા ૨ કેસ નોંધાયા છે. આ બન્ને કેસ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં નોંધાયા હોવાનું એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. જયેશ રાઠોડે જણાવ્યુ હતુ. ધ્રાંગધ્રા પંથકથી ઝાલાવાડમાં કોરોનાની એન્ટ્રી થતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. બી. જી. ગોહીલની સુચનાથી આરોગ્યની ટીમે ધ્રાંગધ્રા દોડી ગઈ હતી. અને કોરોનાગ્રસ્ત વ્યકતીઓને દવા આપવી, તેઓના હોમ આઈશોલેશન કરવા, પરીવારના સભ્યોની તપાસ આદરી હતી. જોકે, આરોગ્ય વિભાગના જણાવાયા મુજબ આ વખતે કોરોનાના કેસો ગંભીર નથી. ૨-૪ દિવસ વ્યક્તિ હોમ આઈશોલેશનમાં રહીને સ્વસ્થ થઈ જાય છે. લોકોએ ગભરાવવાની જરૂર નથી.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :.. કોરોનાએ ફરી એન્ટ્રી કરીછે ત્યારે ગોંડલ માં વોરાકોટડા રોડ તથા દાસીજીવણ પાર્ટીપ્લોટ વિસ્તાર માં બે પુરુષોને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા હોમ કોરોન્ટાઇન કરાયા હતા.બ્લોક હેલ્થ ઓફિસ નાં ડો.ગોયેલે જણાવ્યુ કે વોરકોટડા રોડ પર રહેતા એક પુરુષ તથા દાસીજીવણ પાર્ટીપ્લોટ પાસે રહેતા એક પુરુષ નો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યોછે.આ બન્નેની તબીબી તપાસ બાદ હોમ કોરોન્ટાઇન કરાયા છે. (પ-૧૦-
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
