<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રાજકોટના પત્રકાર અને પોલીસની ઓળખ આપી પૈસા પડાવી લેનારા ત્રણ શખ્‍સો ઝડપાઇ ગયા

જામનગર તા. ૬: ગત તા.૦૨/૦૯/૨૦૧૫ના રોજ ફરીયાદી હર્ષભાઇ સ/ઓ જીગ્નેશભાઈ શઠોડ જાતે-ખવાસ રહે, જુના રેલ્‍વે સ્‍ટેશન વેલનગર શેરી નં.૦૧ જામનગર વાળાએ તેઓની ફરીયાદમાં જણાવેલ કે ગઇ તા.૩૧/૦૫/૨૦૨૫ના ત્રણ અજાણ્‍યા ઈસમો ગુનાહીત કાવતરૂ રચી પોતાની સ્‍વીફટ ફોર વ્‍હીલ કારમાં આવી પોતે રાજકોટ ક્રાઈમ બ્રાન્‍ચ પોલીસની ખોટી ઓળખ આપી તથા એક માણસે રાજકોટ ત્રીલોક ન્‍યુઝના પત્રકાર હોવાની ઓળખ આપી ફરીયાદીને જણાવેલ કે તુ તથા તારા પીતા દારૂનો ધંધો કરતા હોવાનો વીડીયો ઉતારી ડરાવી ધમકાવી ફરીયાદી પાસેથી ૨૦,૦૦૦/ રૂપીયા પડાવી લીધેલનુ તથા સાહેદ પાસેથી સેટલમેન્‍ટ કરી નશી ગયેલ હોય જે ગુનો વણશોધાયેલ હતો સદરહુ ગુન્‍હામાં (૧)આશ ફુલભાઇ ધ્રાંગડ (ર)સુરેશ રણમલભાઇ કારાણી (૩) વીજયભાઇ બુધાભાઈ મકવાણા વાળા સંડોવાયેલ છે જેઓ ત્રણેય ઇસમીને સ્‍માશાન ચોકડી પાસેથી પકડી પાડી મજકુર ઇસમ વિરૂધ્‍ધ પો.સબ ઇન્‍સ. ડી.જી.રાજ નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 રીકવર કરેલ મુદામાલઃ-

(૧) બે. એકટીવા મો.સા. કિ.રૂ.૧,૦૦,૦૦૦/-

(૨) ત્રણ અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન કિ.રૂ.૧૩,૦૦૦/-

(૩) કડ રકમ રૂપીયા કિ.રૂ.૩૬૫૦/-

(૪) એક સ્‍વીફટ કોરવ્‍હિલ કાર કિ.રૂ ૩,૦૦,૦૦૦/ ટોટલ રૂપીયા ૪,૧૬.૬૫૦/- છે.

આ કામગીરી  પો.હેડ કોન્‍સ, ક્રિપાલસિંહ સોઢા, પો.કોન્‍સ, સુરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. સાજીદભાઈ બેલીમ, પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ વાહેર, પો.કોન્‍સ. કલ્‍પેશલાક અધારા,પ.કોન્‍ડ દિવ્‍યરાજસિંહ જાડેજા, પો.કોન્‍સ. આરતીબા રાઠોડએ કરી હતી.

(11:35 AM IST)