<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

પત્‍નીના અસ્‍થિ વિસર્જીત કરી પરત ફરી રહેલા પતિ સહિત બેના મોત

જેતપુરનાં સાંકળી ગામના પાટીયા પાસે મેટાડોર પાછળ સ્‍વીફટ કાર ઘુસી જતા રાજકોટના જયભાઇ રાજદેવ અને તેના સાઢુભાઇ અભયભાઇ દવે રે.મુંબઇનું મોતઃ બે ને ઇજા

તસ્‍વીરમાં  અકસ્‍માતમાં મોતને ભેટેલ જયભાઇ બંને સાઢુભાઇના ફાઇલ ફોટો તથા કાર નજરે પડે છે. (તસ્‍વીરઃ કેતન ઓઝા-જેતપુર) 

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૬: પત્‍નીના અસ્‍થિ વિસર્જિત કરી પરત ફરી રહેલા પતિની કારને અકસ્‍માત નડતા કારમાં બેઠેલ ચાર માંથી બેના મોત થયા છે. અને બેને સારવાર અર્થે હોસ્‍પિટલે ખસેડાયા છે. અકસ્‍માતમાં બંને સાઢુભાઈના મોત થતા પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

ન જાણ્‍યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે આવો જ કરૂણ બનાવ તાલુકાના સાંકડી ગામના પાટીયા પાસે જુનાગઢ નેશનલ હાઈવે પર બન્‍યો છે. રાજકોટના જય ભાઈ દિલીપભાઈ રાજદેવ તેમના પત્‍ની નિષ્ઠાબેન નું અવસાન થયેલ હોય તેમના અસ્‍થિ વિસર્જન માટે ગતરોજ તેમના મોટાભાઈ વિશાલભાઈ દિલીપભાઈ રાજદેવ તેમજ સાઢુભાઈ અભયભાઈ પ્રવીણભાઈ દવે (મુંબઈ) નિરવભાઈ દિલીપભાઈ ત્રિવેદી ચારે લોકો તેમની સ્‍વિફ્‌ટ કારમાં નીકળેલ જે અસ્‍થિ વિસર્જન કરી પરત ફરી રહેલા હતા ત્‍યારે સાંકળીના પાટીયા પાસે પાર્ક કરેલ આઇશર મેટાડોર પાછળ કારના ચાલકે સ્‍ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્‍માત નો બનાવ ત્‍યાં ના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અકસ્‍માતનો બનાવ બનતા જ લોકો એ કારમાંથી ચારે લોકોને બહાર કાઢી ૧૦૮ ને ફોન કરેલ ૧૦૮ માં જય ભાઈ રાજદેવ તથા તેના ભાઈ વિશાલભાઈ ને જેતપુર સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ ગયેલ જોકે જય ભાઈને સારવાર મળે તે પહેલા જ તેમનું કમ કમાટી ભર્યું મોત નીપજ્‍યું હતું. વિશાલ ભાઈને સામાન્‍ય ઇજાઓ હોય સરકારી હોસ્‍પિટલે તેમને સારવાર આપવામાં આવેલ બીજી તરફ તેમના સાઢુભાઈ અભયભાઈ દવે તેમજ નીરવભાઈ ત્રિવેદીને સારવાર માટે ૧૦૮ મારફત જુનાગઢ ખસેડેલ જ્‍યાં સરકારી હોસ્‍પિટલ ખાતે તેમને સારવાર મળે તે પહેલા જ અભયભાઈ દવેનું પણ મોત નીપજેલ અને નિરવભાઈ ને ફરજ પરના ડોક્‍ટરોએ સારવાર આપેલ આ અંગેની જાણ તાલુકા પોલીસને કરાતા તાલુકા પીઆઇ એ એમ હેરમાં સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે પહોંચી જઈ કાર્યવાહી કરેલ અકસ્‍માતની જાણ તેમના સંબંધી રાજકોટ ખાતે રહેતા દિનેશભાઈ રાવલને કરતા દિનેશભાઈ જેતપુર સરકારી હોસ્‍પિટલ ખાતે પહોંચી ગયેલ તેમણે જણાવેલ કે જયભાઈ અને અભયભાઈ બંને સાઢુભાઈ છે બંનેને સંતાનમાં એક એક દીકરી છે અને તેઓ પણ અસ્‍થિ વિસર્જન માટે સાથે જવાના હતા પરંતુ તેમને ના કહેતા રાજકોટ રહી ગયેલ.

 અકસ્‍માત એવું કરુણ બન્‍યું કે પત્‍ની ના અસ્‍થિ વિસર્જિત કરવા જનાર પતિ જય ભાઈને કયાં ખબર હતી કે અસ્‍થિ વિસર્જન બાદ તેમના પણ અસ્‍થિ વિસર્જિત કરવા પડશે બંને મોતથી તેમનો પરિવાર કલ્‍પના કરી રહ્યો છે જય ભાઈની દીકરી માતા પિતા વિહોણી બની ગઈ છે માતાનું બીમારી સંબંધ મળત્‍યુ નીપજેલ તો પિતા અકસ્‍માતમાં ગુમાવેલ.

(11:39 AM IST)