તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
પાલીતાણાનો બનાવઃ પત્નીનો ફોન વ્યસ્ત રહેતા પતિએ ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કરી હત્યા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૬: પાલીતાણામાં પતિએ પત્નીને હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે. પત્નીનો ફોન વ્યસ્ત રહેતા પતિએ શંકા કરી પત્ની સાથે ઝઘડો કર્યો હતો.
ખૂનના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ પાલીતાણામાં શક્તિ નગર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા સાગરભાઇ છનાભાઇ સરવૈયા છેલ્લા બે દિવસથી તેના પત્ની દિશાબેન ઉ . વ.૨૭ ને મોબાઈલ ફોન કરતા હતા ત્યારે પત્નીનો ફોન સતત વ્યસ્ત આવતો હોય ચારિત્ર અંગે શંકા રાખી પત્ની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ છરી વડે પતિ પર જીવલેણ હુમલો કરી હત્યા કરી નાસી છૂટયો હતો. આ બનાવની જાણ થતા જ પાલીતાણા ટાઉન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એમ કરમટા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
