<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

પોરબંદરઃ આરટીઇ યોજના હેઠળ વિદ્યાર્થીઓની ખાલી જગ્‍યાનો ત્રીજો રાઉન્‍ડ વહેલી તકે શરૂ કરવા માંગણી

વિદ્યાર્થી નેતા કિશન રાઠોડની પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆતઃ શાળાઓમાં પ્રવેશ માટે ત્રીજા રાઉન્‍ડની મોડી જાહેરાત થાય તો વિદ્યાર્થીઓ-વાલીઓને અગવડતા

પોરબંદર તા. ૬: આરટીઇ યોજના અંતર્ગત ખાલી પડેલ જગ્‍યા માટે વહેલી તકે ત્રીજા રાઉન્‍ડની જાહેરાત કરવા વિધાર્થી નેતા કિશન રાઠોડે પ્રાથમિક શિક્ષણ અધિકારીને પત્ર લખી રજુઆત કરી છે.

કેન્‍દ્રની ભૂતપૂર્વ સરકાર દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે આરટીઆઇ મૂળભૂત અધિકાર શિક્ષણનો કાયદો લાવવામાં આવ્‍યો હતો, જેમાં ૨૫% વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળાઓમાં આપવું,

આરટીઆઇની પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરી થી માર્ચના અંત સુધીમાં ફોર્મ ભરવાની હોય છે, જૂનના પહેલા પખવાડિયા સુધીમાં બધા વિદ્યાર્થીઓને પ્રક્રિયામાં પ્રવેશ આપવાનો થતો હોય છે. શાળામાં થોડા દિવસોમાં પહેલા સત્રની શરૂઆત થવાની હોય પરંતુ હજુ સુંધી આરટીઇ માં ખાલી પડેલ જગ્‍યા ભરવામાં નથી આવી, તેમના માટે ૩ રાઉન્‍ડની જહેરાતની વાલીઓ રાહ જોઇને બેઠા છે. કેમકે ઘણા વાલીઓએ પોતાના બાળકોનું ભવિષ્‍ય બગડે નહિ તેથી જે તે શાળાઓમાં પ્રવેશ લીધેલ હોય ત્‍યારે હવે તેમને જો આરટીઇના ત્રીજા રોઉન્‍ડમાં તે વિદ્યાર્થીનું નામ આવ્‍યું હોય તો તે વિદ્યાર્થીનું શું ?? પોતાની પસંદગીની સ્‍કુલમાં તે વિધાર્થીનું આરટીઇ યોજના અંતર્ગત નામ આવે તો સારૂ નહિ તો અન્‍ય સ્‍કુલમાં તે વિધાર્થીનું નામ આવ્‍યું તો જે તે સ્‍કુલમાં પ્રવેશ મેળવેલ છે તે સ્‍કુલ આમને ફી પરત કરશે ખરી ?? ઘણા વાલીઓ એ આશા પણ બેઠા છે કે તેમના બાળકનું નામ આવતા રાઉન્‍ડમાં આરટીઇ યોજનામાં આવી જશે જેથી તેમણે હજુ સુધી તેમના બાળકની પહેલા ધોરણમાં કોઇ સ્‍કુલમાં જાણ અથવા તો પ્રવેશ પણ મેળવ્‍યો નથી,

આ બાબતની  વાલીઓ દ્વારા વિધાર્થી નેતા કિશન રાઠોડને રજૂઆત કરવામાં આવી હતી જેમની રજૂઆત સાંભળી  તેમના દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીને પત્રરૂપે રજૂઆત કરવામાં આવી છે. 

(12:08 PM IST)