<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ટંકારા કોંગ્રેસ સમિતિ દ્વારા નગરજનોના પ્રાણ પ્રશ્‍નો ઉકેલવા પાલિકાના વહિવટદાર મામલતદારને આવેદન

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૬: કોંગ્રેસ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા ભુપતભાઈ ગોધાણી, મોરબી જિલ્લા મહામંત્રી રમેશ રબારી, કદાવર નેતા મહેશ રાજકોટિયા, ફિરોઝભાઈ, નાગજીભાઈ ભરવાડ, રુસ્‍તમભાઈ ચૌધરી, સહિતના અન્‍ય આગેવાનો દ્વારા આજરોજ ટંકારા મામલતદાર કચેરી ખાતે પાલિકાના વહિવટદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેમાં અપૂરતા પાણી આપવા બાબત. રોડરસ્‍તા. ભૂગર્ભ ગટર, સ્‍ટ્રીટ લાઈટ, મોનસુન કામગીરી, અન્‍ય ઘણા ગામના મુદ્દાઓની મૌખિક અને લેખિત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં મેઇનતો ભુતિયા કનેક્‍શન લઈને બેઠેલા અને પોતાના અંગત સ્‍વાર્થ  માટે સરકારી પાણી વાપરતા લોકોને ભુતીયા કનેક્‍શન કાપવામાં આવે અને આ લોકો વિરુદ્ધ દંડ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સાથે સાથે અલ્‍ટીમેટમ પણ આપવામાં આવ્‍યું જો આવનારા સાત દિવસોમાં ભુતિયા કનેક્‍શન કાપવામાં નહીં આવે અને ગામના પ્રશ્‍નોનું નિરાકરણ આપવામાં નહીં આવે તો કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ચિંધ્‍યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્‍ચારી હતી

(12:09 PM IST)