તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Friday, 6th June 2025
પોરબંદરના દરિયા કાંઠે પોણા ચાર લાખના બિનવારસુ ચરસના જથ્થા અંગે એસ.ઓ.જી. દ્વારા તપાસનો ધમધમાટ
દરિયા કાંઠે અન્ય કોઇ બિનવારસુ ચીજ વસ્તુ કે શંકાસ્પદ પ્રવૃતિ જણાય તો પોલીસ કંટ્રોલ (૦ર૮૬) રર૪૦૯રર તથા કોસ્ટલ સીકયુરીટી ટોલ ફ્રી નંબર ૧૦૯૩ ઉપર જાણ કરવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૬: દરિયાઇ પટ્ટી ઉપર ઓડદર પાસે ૩ કિલો પ૭પ ગ્રામ ચરસનો જથ્થો કિ. ૩૮૬રપ૦નો બિન વારસી મળી આવતા આ ચરસના જથ્થા અંગે એસ.ઓ.જી.ઓ. દ્વારા અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધીને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા એ પોલીસ ઇન્સપેકટર વાય. જી. માથુકીયા તથા પી. ડી. જાદવ એસ.ઓ.જી.ની સુચના મુજબ દેશના દુશ્મનો દ્વારા ભારત દેશને આંતરીક ખોખલો કરવાની મનેચ્છાઓનુસાર ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નોને ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાના લીધે તેઓ તેમની મનેચ્છા પરિપૂર્ણ નહીં કરી શકતા હોવાના કારણે ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય અને આ દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઇને કિનારે આવતો હોય છે.
જે પૈકીનો ડ્રગ્સનો કેટલાક જથ્થો દ્વારકા જીલ્લાના દરિયા કાંઠા વિસ્તારમાં મળી આવેલ હોય જે તકેદારીના ભાગરૂપે ઓડદર દરિયા કિનારે દરીયાની પાણીની લહેર પુરી થતી હોય તે જગ્યાએ કુલ-ર મારીઝુઆના હસીસ (ચરસ)ના પેકેટો જેનું કુલ વજન ૦૩ કીલો પ૭પ ગ્રામ કી. રૂ. ૩,૮૬,રપ૦/-નો મારીઝુઆના/હસીસનો જથ્થો મળી આવતા હાર્બર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. કરાવેલ છે.
દરિયા કાંઠે બિનવારસી ચરસનો જથ્થો જપ્ત કરવાની કામગીરીમાં પીઆઇ વાય. જી. માથુકીયા તથા પી. ડી.જાદવ તથા એ.એસ.આઇ. મહેબુબખાન બેલીમ, રવીભાઇ ચાઉ, દીપકભાઇ ડાકી તથા પો. હેડ કોન્સ. ભરતસિંહ ગોહીલ, હરદાસભાઇ ગરચર, ભીમભાઇ ઓડેદરા, પો. કોન્સ. દલીપભાઇ મોઢવાડીયા, સરમણભાઇ ખુંટી, તથા ડ્રા. પોલ. હેડ કોન્સ. ચંદ્રસિંહ જાડેજા તથા એફએસએલ અધિકારી શ્રી અંકીત નારીયા ઇન્વે. વાન પોરબંદરનાઓ રોકાયેલ હતા.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
