News of Friday, 6th June 2025
ભીમ અગિયારસ પૂર્વે જુગારના પાટલા મંડાયાઃ રાજકોટ જીલ્લામાં ૭ દરોડામાં પ૦ શખ્સો પતા ટીંચતા પકડાયા
ગોંડલના ગુંદાળા ગામે ૮, વાછરા ગામે ૬, વિંછીયાના દેવપરી ગામે ૪, દડલી ગામે ૯, જસદણમાં ૧૦, લીલાપુરમાં ૮ અને કોટડાસાંગાણીના જૂની ખોખરી ગામે જુગાર રમતા પ શખ્સો પકડાયા

રાજકોટ તા.૬: ભીમ અગિયારસ પૂર્વે ઠેર-ઠેર જુગારના પાટલા મંડાયા હોય તેમ રાજકોટ જીલ્લામાં ૭ દરોડોમાં ૫૦ શખ્સો પતા ટીંચતા પોલીસની ઝપટે ચડી ગયા હતા.
પ્રથમ દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે ગુંદાળા ગામ ખોડીયારમાના મંદીર વાળી શેરીમા આવેલ મંજુલાબેન નરસિંહ સરવૈયા વાળીના કબ્જા ભોગવટાના મકાનમા રેઇડ કરી જુગાર રમતા (૧)મહેશ પ્રાગજીભાઇ ગણોદીયા ધંધો મજુરી રહે ગુંદાળા, (૨)શૈલેશ કાનજીભાઇ કુમરખાણીયા ધંધો મજુરી રહે ગુંદાળા (૩) પ્રવિણ બીજલભાઇ મકવાણા ધંધો મજુરી રહે ગોંડલ ભગવતપરા શેરી નં.૮ (૪)કીરીટ રણછોડભાઇ પરમાર ધંધો મજુરી રહે ગોંડલ ભગવતપરા શેરી નં.૮ (૫) અર્જુન પ્રવીણભાઇ રૈયાણી ધંધો મજુરી રહે વો.કોટડા રોડ રૈયાણી નગર (૬) ચેતન કાનજીભાઇ પરમાર ધંધો મજુરી રહે ગુંદાળા (૭) રાજેશ ઉર્ફ રાહુલ પ્રતાપભાઇ સાકરીયા ધંધો મજુરી રહે ગોંદાળા તથા (૮) રોહીત ગોરધનભાઇ ચૌહાણ ધંધો મજુરી રહે ગુંદાળાને રોકડા રૂા.૬૨,૭૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે વાછરા ગામે નદી કાંઠે પીરની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં રેઇડ કરી ઝાડ નીચે જુગાર રમતા (૧) જેન્તી ગેલાભાઇ મકવાણા ધંધો મજુરી (૨) પ્રકાશ પ્રવિણભાઇ મકવાણા ધંધો.ખેતી (૩) રાજેશ મનજીભાઇ સોલંકી ધંધો મજુરી (૪) વિક્રમ ઘુસાભાઇ ગમારા ધંધો.ડ્રાઇવિંગ (૫) મહેશ ગેલાભાઇ મકવાણા ધંધો, મજુરી તથા (૬) અલ્પેશ લક્ષ્મણભાઈ મકવાણા ધંધો, મજુરી રે. તમામ વાછરાને રોકડા રૂા.૧૧૦૮૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં વિંછીયા પોલીસે દેવધરી ગામે અંકુરભાઇ કાાનાભાઇ સોલંકીની વાડીની ઝુપડીમાં રેઇડ કરી જુગાર રમતા રણજીત રમેશભાઇ વાળા ધંધો-મજુરી રે.દેવધરી, વિજય ચતુરભાઇ ઝાપડીયા ધંધો.મજુરી રે.જનડા, રવી ધીરૂભાઇ મકવાણા ધંધો.મજુરી રે.રંગપર તા.જી.બોટાદ, વિનય હકુભાઇ ચોરાણી ધંધો.મજુરી રે.પોલારપર રોડ જસદણ, શૈલેષ લાખાભાઇ સોલંકી ધંધો-ખેતી રે.બેડલા તા.વીંછીયાને રોકડા રૂા.૧૧૫૬૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચોથા દરોડામાં વિછીયા પોલીસે દડલી ગામે પાણીના ટાંકા પાસે જેન્તી શામજીભાઇ હાંડાવાળાના રહેણાંક મકાનની બાજુમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧)અશ્વિન રાયાભાઇ હાંડા ધંધો-ખેતી, (ર) ધનજી કડવાભાઇ ધોરીયા ધંધો-મજુરી, (૩) અલ્પેશ જેસાભાઇ ધોરીયા ધંધો-ખેતી, (૪) હરેશ રામજીભાઇ સીદાણી ધંધો-ખેતી, (પ) મહેશ હરીભાઇ ઓળકીયા ધંધો-મજુરી, (૬) વિજય મગનભાઇ હાંડા ધંધો-ખેતી (૭) ભરત છગનભાઇ હાંડા ધંધો-ખેતી તથા ૮) વિજય હિરાભાઇ હાંડા ધંધો-ખેતી (૯) વિશાલ રામજીભાઇ મેટાળીયા ધંધો-મજુરી રહે.લાલાવદર, તા.વિંછીયા તથા (૧૦) રતીલાલ રૂડાભાઇ હાંડા ધંધો-ખેતી રહે.દડલી તા.વિંછીયાને રોકડા રૂા૧૯૬૯૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
પાંચમાં દરોડામાં જસદણ પોલીસે જસદણ સૈયદ ચોકમાં શબ્બીર કથીરીના મકાનમાં રેઇડ કરી જુગાર રમતા મકાનમાલીક (૧) શબ્બીર સૈયદભાઇ કથીરી ધંધો-વેપાર રહે.સૈયદ ચોક જસદણ, (ર) જુનેદ મજીદભાઇ સપા, રહે.લોહીયાનગર જસદણ, (૩) મનસુર રહીમભાઇ પોપટીયા ધંધો.મજુરી રહે.ખાટકી ચોક, જસદણ, (૪) ભાવેશ કરશનભાઇ બથવાર ધંધો.મજુરી રહે.લોહીયાનગર જસદણ, (પ) નરેશ નથુભાઇ લુણી ધંધો-મજુરી રહે.પોલરપર રોડ હુડકો સોસાયટી જસદણ, (૬) મયુર રઘુભાઇ બાવળીયા ધંધો.મજુરી રહે.પોલારપર રોડ શકતીનગર જસદણ (૭) નીતીન નાથાભાઇ પરમાર ધંધો.મજુરી રહે.મફતીયાપરા જસદણ (૮) મહેશ વલકુભાઇ વાળા ધંધો-મજુરી રહે.વાજસુરપરા તા.જસદણ (૯) કેવલ અરવીંદભાઇ ડાંગર ધંધો-મજુરી રહે.ભગવાનપરા ચીતલીયા રોડ જસદણ તથા (૧૦) કિશન ભીખુભાઇળ કરોતરા ધંધો.વેપાર રહે.શ્રીનાથજી ચોક પાસે જસદણને રોકડા રૂા.૨૭,૨૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
છઠ્ઠા દરોડોમાં જસદણ પોલીસે લીલાપુર ગામે રેઇડ કરી જૂગાર રમતા (૧) મુકેશ વલ્લભભાઇ ડોબરીયા ધંધો ખેતી, (ર) અક્ષય શંભુભાઇ રામાણી ધંધો ખેતી, (૩) પ્રીન્સ નીલેશભાઇ ડોબરીયા ધંધો ખેતી (૪) અમીત ઉર્ફે પિન્ટુભાઇ ખિમજીભાઇ રામાીણ ધંધો ખેતી, ધંધા ખેતી, (૬) સંજય પ્રવિણભાઇ રામાણી ધંધો ખેતી, (૭) કમલેશ ઉર્ફે મનોજ અરવિંદભાઇ રામાણી ધંધો ખેતી તથા (૮) મહેશ દેવરાજભાઇ કાકડીયા ધંધો ખેતી રે. તમામ લીલાપુર ગામને રોકડા રૂા. રપ૭૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
સાતમાં દરોડોમાં કોટડાસાંગાણી પોલીસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) સુરેન્દ્રસિંહ વેરૂભા જાડેજા ધંધો ડ્રાઇવીંગ રહે. રાવકી (ર) રમેશ બચુભાઇ ગોરસીયા ધૅધો ખેતી રહે. જુની ખોખરી, (૩) ગોવિંદ મોહનભાઇ સિંધવ ધંધો ખેતી રહે. ખરેડા (૪) સામત વિરાભાઇ ગમારા ધંધો ડ્રાઇવીંગ રહે. જુની ખોખરી તથા (પ) બાલા ઉર્ફે બાલજી ઉકાભાઇ રાતડીયા ધંધો ખેતી રહે. જૂની ખોખરીને રેકોડા રૂા. ૪રપ૦૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
