<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં કોરોનાની એન્ટ્રી : બે દિવસમાં આઠ કેસ

કોરોના વાઇરસ ના લક્ષણો ધરાવતા આવા દર્દીઓ ને હાલ તેમના જ ઘર માં ૩ થી ૫ દિવસ સુધી આઇસોલેટ કરવામાં આવ્યા

(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા.૬ : ઓખામંડળ તાલુકાનાં ઔધોગિક શહેર મીઠાપુર ખાતે કોરોના ની એન્ટ્રી થઈ ચુકી છે. ગઈ કાલ થી અત્યાર સુધી માં ૬ થી ૮ કેસો આવી ગયા ના અહેવાલ પ્રાપ્ત થયા છે. કોરોના વાઇરસ ના લક્ષણો ધરાવતા આવા દર્દીઓ ને હાલ તેમના જ ઘર માં ૩ થી ૫ દિવસ સુધી આઇસોલેટ કરવામાં આવ્યા છે. હાલ કોરોના ના કેસો મીઠાપુર માં આવતા વધુ માં વધુ કાળજી રાખવા માટે મીઠાપુર ટાટા હોસ્પિટલ ના હેડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

(1:11 PM IST)