News of Friday, 6th June 2025
જુનાગઢમાં અષાઢી બીજના ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે
શ્રી વિષ્ણુ યાગ યજ્ઞ, શ્રી સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમોઃ શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતીનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૬: જૂનાગઢના ૨૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન શ્રી સોરઠીયા વાળંદ જ્ઞાતિની જગ્યા જગન્નાથજી મંદિરેથી શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતી દ્વારા તા.૨૭.૦૬.૨૦૨૫ ને શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યે સર્વે સનાતન ધર્મના સર્વે સનાતની ભક્તજનો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.
આ રથયાત્રા પ્રસંગે તા.૨૬ ને ગુરુવારે સવારે શ્રી વિષ્ણુયાગ યજ્ઞ, સાંજે ૭ વાગ્યે શ્રી સત્યનારાયણજીની કથા-પ્રસાદ, તા.૨૭ ને શુક્રવારે સવારે ૮ વાગ્યે વિવિધ જડીબુટ્ટી યુક્ત પવિત્ર જળથી ભગવાનનું શાહી તાાન, શણગાર, ભોગ-આરતી, બપોરે ૩.૩૦ વાગ્યે શ્રી જગન્નાથજી મંદિરના ચોકમાંથી રથમાં દુર્લભ કાષ્ટની પ્રાચીન મૂર્તિ સ્વરૂપે બેસી ભગવાન શ્રી જગન્નાથજી, બહેન શ્રી શુભદ્રાજી અને જૂનાગઢના જમાઈ શ્રી બલભદ્રજી નગરના મુખ્ય માર્ગો હાટકેશ્વર મંદિર, જવાહર રોડ, લીંબડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલિવાળા રોડ, પંચ હાટડી, આઝાદ ચોક, એમ જી રોડ, કાળવા ચોક, સ્વામી ચોક, જવાહર રોડ, ભીડ ભંજન મંદિર થઈ નિજ મંદિર સુધી સર્વેને દર્શન આપવા નગર ચર્યાએ નિકશે. રથયાત્રા બાદ ભગવાન નિજ મંદિરે પધારશે ત્યાં તેઓનું ફરી શાહી તાાન, શણગાર, ભોગ-આરતી થશે.
કોરોના કાળથી બંધ રહેલ મહાપ્રસાદ આ વર્ષ થી ફરી ચાલુ કરેલ છે રથયાત્રાના સમાપન બાદ સર્વે સનાતની હિન્દુ ભક્તજનો માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે.
આ રથયાત્રામાં આવવા સૌ હિંદુ સનાતની નાગરિકોને પધારવા હાર્દિક નિમંત્રણ છે.
આ કાર્યક્રમમાં સર્વે સંતો-મહંતો, રાજકીય આગેવાનો/મહાનુભાવો, સેવા સંસ્થાઓના અગ્રણીઓ, શહેરના યુવક મંડળો વિગેરે નિમંત્રિત છે.
અનેકતામાં એકતાની મિશાલ કાયમ બનાવએ. આ રથયાત્રા માટે શહેરમાંથી આર્થિક યોગદાન લેવા માટે સ્વયં સેવકો મુખ્ય માર્ગો પર નિકળશે તો સર્વે ઉદાર હાથે સહયોગ આપે. મહાપ્રસાદ તેમજ મુખ્ય માર્ગો પર પ્રસાદ માટે દાતાઓ આગળ આવે તેવી અપીલ છે. જે કોઈ ભકતજન વસ્તુ સ્વરૂપે જેમકે મગ, શિંગદાણા, સાકર, રેવડી અથવા મહાપ્રસાદમા આર્થિક યોગદાન આપવા માગતા હોય એમણે શ્રી જગન્નાથજી મંદિર સેવક/સંચાલક શ્રી બીપીનભાઈ ભટ્ટી (મો.૯૪૨૭૯૨૪૪૯૭) શ્રી રાજેન્દ્ર ચુડાસમા (મો ૯૪૨૬૪૨૦૫૫૨) ધનસુખભાઈ ચુડાસમા (મો ૯૮૨૫૨ ૭૨૯૮૧)નો સંપર્ક કરવા જણાવ્યું છે.
શ્રી જગન્નાથજી રથયાત્રા કાર્ય સંકલન સમિતિ. દિલસુખભાઈ પરમાર (ટ્રસ્ટી જગન્નાથજી મંદિર) જયેશભાઈ કુબાવત( હિંદુ જાગરણ મંચ) સંદિપભાઈ પેથાણી (વિભાગ મંત્રી વિ. એચ પી.) અમુભાઈ વાઢેર( ઉપ પ્રમુખ સોરઠીયા વાળંદ જ્ઞાતિ) આવળભાઈ ખટાણા, (સામાજિક કાર્યકર) રમેશભાઈ વાજા, અશોકભાઈ સિરોદરીયા (પ્રમુખ રઘુવીર સેના જુનાગઢ ) ભદ્રેશભાઈ પરમાર, (પ્રમુખ જગન્નાથજી યુવા સંગઠન.) સંજયભાઈ કામળીયા. (પ્રમુખ મોચી સમાજ જુનાગઢ.) પાર્થભાઈ ભટ્ટી (મંત્રી શ્રી જગન્નાથજી યુવા સંગઠન.) રાજુભાઈ સાલૂકે. (પ્રમુખ મરાઠી સમાજ) જુનાગઢ. કીશોરભાઈ વાજા (ખજાનચી શ્રી જગન્નાથજી મંદિર. શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિ જૂનાગઢ, જહેમત ઉઠાવે છે.
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
