News of Friday, 6th June 2025
CISF અને SBI વચ્ચે થયાં મહત્વપૂર્ણ બેંકિંગ :MOU”
એમ.ઓ.યુ. અનુસાર હવે જવાનો અને તેમના પરિવારજનોને બેકિંગ ક્ષેત્રના અનેક નવીન લાભો મળતા થશે હવાઇ દુર્ઘટનાના કિસ્સામાં ૧.પ કરોડનું વળતર મળશે અને સેવા આપતા કર્મચારીઓ માટે ૧૦ લાખનું ટર્મ ઇન્શ્યોરન્સ પ્રથમ વખત ઉમેરવામાં આવ્યું : કાયમી સંપૂર્ણ અને આંશિક વિકલાંગતા માટે ૧ કરોડનું કવર પણ પ્રદાન કરવામાં આવશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫: CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિકયોરિટી ફોર્સ) એ પોતાના જવાનો અને તેમના પરિવારજનોના કલ્યાણ માટે એક મોટું પગલું ભર્યું છે. ૨૩ મે, ૨૦૨૫ ના રોજ, CISF અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) વચ્ચે સેલરી એકાઉન્ટ વ્યવસ્થાપન માટે આગામી ત્રણ વર્ષ માટે એક મહત્ત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ MOU CISF ના કર્મચારીઓ અને તેમના આશ્રિતો માટે બેંકિંગ સુવિધાઓ અને વીમા કવચમાં નોંધપાત્ર વધારો કરશે.
આ નવા MOU હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોને મુખ્ય લાભો મળશે, જેમાં સેવા આપતા કર્મચારીઓ માટે ૧ કરોડનું મફત વ્યક્તિગત અકસ્માત વીમા કવચ જે પહેલાં ૫૦ લાખ હતું. અને પેન્શનરો માટે વ્યક્તિગત અકસ્માત વીમો ૫૦ લાખનો સમાવેશ થાય છે. હવાઈ દુર્ઘટનાના કિસ્સામાં ૧.૫ કરોડનું વળતર મળશે, અને સેવા આપતા કર્મચારીઓ માટે ૧૦ લાખનું ટર્મ ઇન્શ્યોરન્સ પ્રથમ વખત ઉમેરવામાં આવ્યું છે. કાયમી સંપૂર્ણ અને આંશિક વિકલાંગતા માટે ૧ કરોડનું કવર પણ પ્રદાન કરવામાં આવશે. નોંધનીય છે કે પેન્શનરોને પણ પ્રથમ વખત ઘણા નવા લાભો અને હાલના લાભોમાં નોંધપાત્ર વધારો મળશે.
લાભો સમયસર મળે તે સુનિヘતિ કરવા માટે એક ખાસ ફરિયાદ નિવારણ પદ્ધતિ ગોઠવવામાં આવશે. SBI ના સમર્પિત રિલેશનશિપ મેનેજર CISF કલ્યાણ નિયામક સાથે સતત સંકલનમાં રહેશે. આ ઉપરાંત, SBI CISF કેમ્પસમાં શાખાઓની સ્થાપના/નવીનીકરણ કરશે અને નવી ટેકનોલોજીનો પરિચય કરાવશે. કર્મચારીઓ માટે બેંકિંગ અને રોકાણ જાગળતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ MOU CISF અને SBI બંનેની તેમના કર્મચારીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણ પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે સુરક્ષા દળોના મનોબળને ઊંચું રાખવામાં મદદ કરશે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
