News of Friday, 6th June 2025
વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ફોર્મ નંબર 26 ના એફિડેવિટમાં 8.2 નંબરનો પેરેગ્રાફ ડીલીટ કરી દીધો : આદમી પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ
ભાજપના ઉમેદવાર દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધમાં અમે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરી છે :વિસાવદરની જનતાએ કિરીટ પટેલને મત આપી પોતાનો મત વેડફવો નહીં કેમ કે તેમનું ફોર્મ રદ જ થવાનું છે અથવા તો તે ભવિષ્યમાં ડીસકોલીફાઈ જ થશે : આમ આદમી પાર્ટીના નેતા પ્રણવ ઠક્કર

વિસાવદર તા.૬ : વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. આમ આદમી પાર્ટી દ્વારા તેમના વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ નંબર 26નું જે એફિડેવિટ છે તેમાં 8.2 નંબરનો પેરેગ્રાફ ડીલીટ કરી દીધો છે. આ અંગે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી છે.
આમ આદમી પાર્ટીના નેતા પ્રણવ ઠક્કરે જણાવ્યું હતું કે, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર દ્વારા ફોર્મ નંબર 26નું જે એફિડેવિટ છે તેમાં 8.2 નંબરનો પેરેગ્રાફ ડીલીટ કરી દીધો છે. આના વિરુદ્ધમાં અમે આરઓ ઓફિસરને કમ્પ્લેન કરી હતી પરંતુ તેમણે જે અમને જવાબ આપ્યો તેનાથી અમે સંતુષ્ટ નથી એટલા માટે આમ આદમી પાર્ટીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી છે. હકીકતમાં ભાજપના દબાણ હેઠળ ચૂંટણી અધિકારીઓ કામ કરી રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પરંતુ અમે દરેક પ્રકારની કાયદાકીય લડત લડવા માટે તૈયાર છીએ.
બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે ભાજપના ઉમેદવાર પાસે ફોર્ચ્યુનર કાર છે જેનો નંબર છે જીજે 18 BG 1602. આ ગાડી ભાજપના ઉમેદવારના નામે બોલે છે અને આરટીઓમાં અમે આ વેરીફાઇ કર્યું છે. આ ગાડી વિશે ભાજપના ઉમેદવારે માહિતી છુપાવી છે. આ વિશે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયોને પણ ચકાસ્યા તો અમને જાણવા મળ્યું કે અગાઉ એવા પણ નિર્ણયો લેવામાં આવ્યા છે કે જેમાં માહિતી છુપાવનાર વ્યક્તિને ચૂંટણી જીત્યા પછી પણ ડીસ્કોલીફાઈ કરાવવામાં આવ્યા હતા. કોઈપણ સંપત્તિ છુપાવી એ ગુનો છે માટે આ મુદ્દે પણ અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં ફરિયાદ કરી છે.
તેમણે જણાવ્યું છેકે, સાથે સાથે અમે લોકલ લેવલે પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા જઈ રહ્યા છીએ. આ સિવાય જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિસાવદર આવ્યા હતા ત્યારે જીજે 11 વી વી 4613 નંબરની (મહેન્દ્રા બોલેરો) સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોતાના ચૂંટણી પ્રચારમાં કોઈ પણ વ્યક્તિ સરકારી ગાડીનો ઉપયોગ ન કરી શકે તે નિયમ છે પરંતુ ભાજપના ઉમેદવાર દ્વારા સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેના વિરુદ્ધમાં અમે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ દાખલ કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, હું વિસાવદરની જનતાને કહેવા માંગીશ કે વિસાવદરની જનતાએ કિરીટ પટેલને મત આપી પોતાનો મત વેડફવો નહીં કેમ કે તેમનું ફોર્મ રદ જ થવાનું છે અથવા તો તે ભવિષ્યમાં ડીસકોલીફાઈ જ થશે અને જો આવું થશે તો પાછી વિસાવદરની જનતા પ્રતિનિધિ વગર રહેશે. એટલા માટે કિરીટ પટેલને મત આપી પોતાનો મત વેડફવો નહીં. વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને પોતાનો મત આપે કારણ કે વિસાવદર વિધાનસભાના લોકો માટે એક મજબૂત અને સક્ષમ રીપ્રેઝન્ટેટિવ આવે તે વિસાવદર માટે જરૂરી છે અને ગોપાલ ઇટાલીયા એક સક્ષમ ઉમેદવાર છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
