News of Friday, 6th June 2025
ટંકારા જુગાર તોડકાંડમાં પીઆઈ ગોહિલના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર
લજાઈ ગામ નજીક કમફર્ટ રિસોર્ટમાં જુગારની રેડમાં તોડકાંડ મામલે તત્કાલીન પીઆઈ વાય કે ગોહિલની ધરપકડ બાદ કોર્ટમાં રજુ કર્યા :કોર્ટ આરોપી પીઆઈ ગોહિલના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા

મોરબી ટંકારા જુગારધામ પર તોડકાંડ મામલામાં આખરે છ મહિના બાદ પીઆઈ વાયકે ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. આદિપુર કચ્છ ખાતે પોતાા ઘરે આવવાના હોવાની બાતમી મળતા જ પોલીસે વાયકે ગોહિલની ધરપકડ કરી હતી આજે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે
ટંકારા તાલુકામાં કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારધામમાં તોડનો મામલા બાદ પીઆઈ વાય કે ગોહિલની એસએમસી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તોડકાંડનો કેસ થયા બાદથી પીઆઈ ગોહિલ નાસતા ફરતા હતા. ૩૦ દિવસમાં હાજર થવા કોર્ટનું ફરમાન હતું છતાં પણ તેઓ હાજર થયા ન હતા પી.આઈ. વાય.કે. ગોહિલે બચી જવાથી તે આશાએ છ મહિના સુધી રઝળપાટ કરી હતી.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
