<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

જામનગર LCB ને મોટી સફળતા : ૧૦ વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને દબોચી લીધો!

પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા બાતમીના આધારે જયેન્દ્રસિંહ ઉર્ફે જૈલી જાડેજા જામનગરથી ઝડપાયો : રાજકોટ રેન્જ આઈજીની સૂચના બાદ પોલીસની સઘન કામગીરી

(મુકુંદ બદીયાણી દ્વારા), જામનગર : જામનગર જિલ્લાના સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગંભીર ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપવામાં આવેલી કડક સૂચના બાદ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પણ આ દિશામાં સઘન કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા.
આ સૂચનાના આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.ભાટીયા અને તેમની ટીમે નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા માટે જરૂરી વર્કઆઉટ શરૂ કર્યું હતું.
દરમિયાન, સ્ટાફના કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ ડાંગર, મહિપાલ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ અને દિલીપસિંહ જાડેજાને મળેલી ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.-૧૪૧/૨૦૧૫, આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના અપહરણના ગુનામાં લીસ્ટેડ નાસતા-ફરતા આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જૈલી સન/ઓફ હઠીસિંહ સીદુભા જાડેજા (ઉંમર ૩૩, રહે. ભક્તિનગર વુલનમીલ વ્હોરા બિલ્ડીંગ સામે, જામનગર) ની તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ટીમે સઘન તપાસ બાદ આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જૈલીને જામનગર શહેર ખાતેથી સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.
આ પ્રશંસનીય કામગીરીમાં એવ્સ્કોન્ડર/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.ભાટીયા તથા એ.એસ.આઈ. ગોવિંદભાઈ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ, તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ નિર્મળસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.

 

(7:52 PM IST)